ઓડિશામાં 'ફાની'એ 16 લોકોનો ભોગ લીધો, યુદ્ધસ્તરે રાહતકાર્ય ચાલુ

ઓડિશામાં ફાની ચક્રવાતે 16 લોકોના ભોગ લીધા છે. શનિવારે મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો. રાજ્યના લગભગ 10,000 ગામડાઓ અને 52 શહેરોમાં યુદ્ધસ્તરે રાહત અને પુર્નવાસનું કાર્ય ચાલુ છે.

ઓડિશામાં 'ફાની'એ 16 લોકોનો ભોગ લીધો, યુદ્ધસ્તરે રાહતકાર્ય ચાલુ

ભુવનેશ્વર: ઓડિશામાં ફાની ચક્રવાતે 16 લોકોના ભોગ લીધા છે. શનિવારે મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો. રાજ્યના લગભગ 10,000 ગામડાઓ અને 52 શહેરોમાં યુદ્ધસ્તરે રાહત અને પુર્નવાસનું કાર્ય ચાલુ છે. આ તોફાનથી લગભગ એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં થયેલી તબાહીની સમીક્ષા કરવા માટે સોમવારે ઓડિશાની મુલાકાત લેવાના છે.

આ ચક્રવાતી તોફાન ખુબ જ શક્તિશાળી હતું અને કાંઠા વિસ્તાર પુરીમાં તે શુક્રવારે ત્રાટક્યું હતું. કહેવાય છે કે આ ચક્રવાત ગ્રીષ્મકાલિન ચક્રવાતોમાં દુર્લભથી અતિ દુર્લભ શ્રેણીનું હતું અને 43 વર્ષોમાં પહેલીવાર ઓડિશા પહોંચનારું તથા ગત 150 વર્ષોમાં આવેલા ત્રણ સૌથી શક્તિશાળી તોફાનોમાંનું એક હતું. 

અધિકારીઓએ જણાવ્યું કે 240 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહેલા આ ભીષણ ચક્રવાતી તોફાનના કારણે શુક્રવારે પુરીમાં ખુબ વરસાદ પડ્યો અને પવન ફૂંકાયો હતો. તોફાન નબળુ પડતા અને પ.બંગાળ તરફ ફંટાતા પહેલા તેની ચપેટમાં આવેલા ગામડાઓ અને કસ્બાઓમાં અનેક ઘરોની છત ઉડી ગઈ અને કેટલાય મકાનો નષ્ટ થઈ ગયાં. આ અગાઉ 1999માં સુપર સાઈક્લોન આવ્યું હતું, જેના કારણે 10,000 લોકોના મોત થયા હતાં અને મોટા વિસ્તારમાં ભીષણ ક્ષતિ પણ થઈ હતી. 

મૃતકોમાં આ શહેરના લોકોનો સમાવેશ
અધિકારીઓએ જણાવ્યું કે 16 મૃતકોમાં મયૂરગંજના 4, પુરી, ભુવનેશ્વર અને જાજપુરના 3-3 તથા ક્યોંઝર, નયાગઢ તથા કેન્દ્રપાડાના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. પ્રભાવિત વિસ્તારોનો એરિયલ સર્વે કરવા રવાના થતા અગાઉ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે નાગરિક સમાજ સંગઠનો, એનડીઆરએફ, ઓડીઆરએએફના કર્મીઓ, એક લાખ અધિકારીઓ સાથે લગભગ 2 હજાર ઈમરજન્સી કર્મચારીઓ સામાન્ય જનજીવન બહાર કરવાના કાર્યમાં લાગ્યા છે. 

પીએમ ઓડિશા જઈ શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી અને કાંઠાના રાજ્યમાં ચક્રવાત આવ્યાં બાદની સ્થિતિ પર ચર્ચા કરી. મોદી ઓડિશાની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વડાપ્રધાને રાજ્ય સરકારને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર તરફથી રાજ્યને સતત સહાયતા મળતી રહેશે. 

જુઓ LIVE TV

આજે રેલ સેવાઓ બહાલ થશે
રેલવે બે ટ્રેનોને સિવાયની મોટાભાગની બધી રેલ સેવાઓ ભુવનેશ્વર માટે રવિવારથી ફરી બહાલ કરશે. અધિકારીઓએ કહ્યું કે રેલવેએ ઓડિશામાં ચક્રવાત ફાનીના ટકરાયાના માત્ર 24 કલાક બાદ જ હાવડા-ચેન્નાઈ મુખ્યલાઈનને ક્લિન કરી દીધી છે. 

હિંડન એરબેઝ મોકલાયા 3 વિમાનો
કોલકાતા પોર્ટ ટ્રસ્ટ (કેઓપીટી)એ હલ્દિયા અને કોલકાતા ડોક પર શનિવારે સવારે નિયમિત અવરજવર બહાલ કરી. વાયુસેનાએ માનવીય મદદ અને ડિઝાસ્ટર રિલિફ માટે શનિવારે હિંડન એરબેજથી ભુવનેશ્વર માટે 3 સી-130 જે સુપર હરક્યુલિસ વિમાનો મોકલ્યા છે. વાયુસેનાના એક પ્રવક્તાએ આ અંગે જણાવ્યું. વિમાનોમાં ચક્રવાત ફાનીથી પ્રભાવિત સ્થળો માટે દવાઓ સહિત 45 ટન રાહત સામગ્રી છે. 

તેમણે કહ્યું કે ચક્રવાત ફાની અંગે પહેલી ચેતવણી મળ્યા બાદથી જ વાયુસેના અભિયાન માટે તૈયાર હતી. જરૂર પડ્યે તત્કાળ ઉડાણ માટે વિમાનોને તૈયાર રાખવામાં આવ્યાં હતાં. વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર માનવીય સહાયતા અને ડિઝાસ્ટર રિલિફ અભિયાન માટે ભુવનેશ્વર પહોંચ્યું. ભારતીય કોસ્ટ ગાર્ડે ઓડિશામાં ફાનીના ટકરાયા બાદ સર્ચ અને બચાવ અભિયાન માટે પોતાના જહાજ અને હેલિકોપ્ટર તહેનાત કર્યા છે. 

પરીક્ષા ટળી
એચઆરડી મંત્રાલયે શનિવારે જણાવ્યું કે ચક્રવાત ફાનીના કારણે ઓડિશામાં NEET 2019ની પરીક્ષા ટાળવામાં આવી છે. એચઆરડી સચિવ આર. સુબ્રમણ્યમે ટ્વીટ કરીને કહ્યું કે ફાની ચક્રવાતને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવેલા રાહત અને પુર્નવસન કાર્યને લઈને ઓડિશા સરકારની ભલામણ બાદ રાજ્યમાં 5 મેના રોજ થનારી NEET પરીક્ષા ટાળી દેવાઈ છે. ઓડિશામાં જલદી નવી તારીખ જાહેર કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news