IPL 2019: કોલકત્તા માટે કોઈપણ ભોગે જીત જરૂરી, મુંબઈની નજર ટોપ-2 પર

કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે તો તેની નજર મુંબઈને મોટા અંતરે પરાજય આપીને પ્લેઓફના સ્થાન પર હશે. 
 

IPL 2019: કોલકત્તા માટે કોઈપણ ભોગે જીત જરૂરી, મુંબઈની નજર ટોપ-2 પર

મુંબઈઃ પ્લેઓફની રેસમાં સામેલ કોલકત્તા આજે અહીં રમાનારા આઈપીએલ મેચમાં મુંબઈ વિરુદ્ધ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવામાં કોઈ કસર છોડશે નહીં. બીજીતરફ મુંબઈ જીતની લય જાળવી રાખવા ઈચ્છશે કારણ કે, તેનાથી તેના 18 પોઈન્ટ થઈ જશે અને તેની નેટ રનરેટ આ સમયે પહેલા સ્થાને રહેલી ચેન્નઈ અને દિલ્હી કેપિટલ્સ કરતા સારી થઈ જશે જેથી તેને ફાઇનલમં ક્વોલિફાઇ કરવાની બે તક મળશે. 

પ્લેઓફમાં ક્વોલિફાઇ કરી ચુકેલી મુંબઈની નજર કોલકત્તા પાસે હિસાબ ચુક્તે કરવા પર હશે જેણે તેને મોટા સ્કોર વાળા મુકાબલામાં કોલકત્તામાં 34 રનથી પરાજય આપ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ 34 બોલમાં 91 રન બનાવ્યા હતા. મેચનું પરિણામ નક્કી કરશે કે મુંબઈ ક્યાં સ્થાન પર રહેશે અને પ્લેઓફમાં તેની વિરોધી ટીમ કઈ હશે. 

કોલકત્તા માટે બોલિંગ સૌથી મોટી ચિંતા રહી છે કારણ કે પાવરપ્લે અને ડેથ ઓવરો બંન્નેમાં વિરોધી ટીમે તેના બોલરો પર પ્રહાર કર્યાં છે. ફાસ્ટ બોલર હૈરી ગર્ની, સંદીપ વારિયર, નારાયણ અને ચાવલાએ આ લાઇન લેન્થ સાથે બોલિંગ કરતા મુંબઈના બેટ્સમેનોને રોકવા પડશે. વાનખેડેની પિચથી ધીમી બોલિંગ કરતા મદદ મળી રહી છે તો કેકેઆર ચાઇનામેન કુલદીપ યાદવને પણ ઉતારી શકે છે જેને ખરાબ ફોર્મને કારણે તક આપવામાં આવતી નથી. 

ગિલ-રસેલ પર મોટી જવાબદારી
કોલકત્તાના બેટ્સમેન ક્રિસ લિન અને શુભમન ગિલ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે તથા આક્રમક બેટ્સમેન આંદ્રે રસેલ ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરશે તો કેપ્ટન દિનેશ કાર્તિકને વાનખેડે સ્ટેડિયમન બેટ્સમેનોને અનુકૂળ પિચ પર સારા પ્રદર્શનની આશા કરશે. ગિલનો આત્મવિશ્વાસ મુંબઈ અને કોલકત્તા વિરુદ્ધ ફટકારેલી અડધી સદી બાદ વધ્યો હશે. તેની 49 બોલમાં અણનમ 65 રનની ઈનિંગથી કેકેઆરે શુક્રવારે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ સાત વિકેટથી જીત હાસિલ કરી હતી. મુંબઈની શાનદાર બોલિંગ લાઇનઅપ વિરુદ્ધ કોલકત્તાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news