10 વર્ષ પહેલાં ફેસબુકથી થયો પ્રેમ, સ્વીડનની યુવતીએ ભારત પહોંચી એટાના પવન સાથે કર્યાં લગ્ન

Etah Wedding: સાચા પ્રેમમાં પ્રેમી અને પ્રેમીકા ગમે તે કરવા તૈયાર હોય છે. જો એકવાર બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું તો કોઈ તેને રોકી શકતું નથી. આવી ઘટના ઉત્તર પ્રદેશમાં બનીને છે. સ્વીડનની યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ભારત પહોંચી હતી. 

10 વર્ષ પહેલાં ફેસબુકથી થયો પ્રેમ, સ્વીડનની યુવતીએ ભારત પહોંચી એટાના પવન સાથે કર્યાં લગ્ન

એટાઃ કહેવાય છે કે પ્રેમને સરહદોના બંધન નડતા નથી, કંઈક આવું જ યુપીના એટા જિલ્લામાં જોવા મળ્યું છે. અહીં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે, જ્યાં સ્વીડનથી સાત સમંદર પાર આવેલી ફેસબુક ગર્લફ્રેન્ડે ભારતીય સંસ્કૃતિ અનુસાર પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા. શુક્રવારે યોજાયેલા આ અનોખા લગ્નને જોવા આસપાસના લોકો પહોંચી ગયા હતા. હવે આ લગ્ન તે વિસ્તારમાં ચર્ચાનો વિષય છે.

સ્વીડનથી ચાલીને એક યુવતી શુક્રવારે એટા જિલ્લાના અવગઢ શહેરમાં પહોંચી હતી. તે અહીં રહેતા પવન સાથે ફેસબુક પર 10 વર્ષથી પ્રેમ કરતી હતી. બંનેએ હિન્દુ રીતિ-રિવાજથી પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. અવગઢ નગરના રહેવાસી ગીતમ સિંહ મોટરસાઈકલ રિપેરિંગનું કામ કરે છે. તેમનો પુત્ર પવન બીટેક કર્યા બાદ દહેરાદૂનમાં નોકરી કરે છે. પવન ફેસબુક દ્વારા ક્રિસ્ટનને મળ્યો અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ ફોન અને વીડિયો કોલ દ્વારા સતત વાત કરવાનું શરૂ કર્યું.

એક વર્ષ પહેલા આગ્રામાં મળ્યા હતા બંને
જાણવા મલ્યું કે આશરે 1 વર્ષ પહેલા પવન આગ્રામાં જઈને તેને મળ્યો, જ્યાં બંનેએ પ્રેમની નિશાની તાજમહેલને સાથે જોયો હતો. ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પવને જણાવ્યું કે તેના પરિવારજનોએ મંજૂરી આપી. લગ્નના કાર્યક્રમને લઈને શુક્રવારે સવારે પવનના ઘરમાં ખુશી જોવા મળી હતી. હલ્દી અને મંડપનો કાર્યક્રમ થયા બાદ પાછલી રાત્રે હિન્દુ રીતિ રિવાજથી બંનેના લગ્ન સંપન્ન થયા હતા. 

પિતાએ કહ્યુ- બાળકોની ખુશીમાં અમારી ખુશી
ક્રિસ્ટન લિવર્ટ પહેલા આગ્રા પહોંચી જ્યાંથી મોડી સાંજે અવાગઢ આવી ગઈ હતી. ત્યાં જલેસર રોડ પર સ્થિત પ્રેમા દેવી સ્કૂલમાં બંનેના લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પિતા પ્રિતમ સિંગે જણાવ્યું કે બાળકોની ખુશીમાં અમારી ખુશી છે. અમે આ લગ્ન માટે સહમત હતા. બીજીતરફ વિદેશથી આવેલી દુલ્હનના સમાચાર તે વિસ્તારમાં ફેલાઈ ગયા તો અનેક લોકો આ લગ્ન જોવા પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news