અયોધ્યા વિવાદ: 2.77 માંથી 0.313 એકરની જમીન જ વિવાદિત જગ્યા

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદિત સ્થળની આસપાસની 67.390 એકર હસ્તગત ‘નિર્વિવાદ’ જમીન તેમના માલિકોને પરત આપવા માટેની મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક આવેદન દાખલ કર્યું હતું.

અયોધ્યા વિવાદ: 2.77 માંથી 0.313 એકરની જમીન જ વિવાદિત જગ્યા

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને વધી રહેલા દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલુ લેતા અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદિત સ્થળની આસપાસની 67.390 એકર હસ્તગત ‘નિર્વિવાદ’ જમીન તેમના માલિકોને પરત આપવા માટેની મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક આવેદન દાખલ કર્યું હતું. આ પહેલા લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

2003માં કર્યો હતો આદેશ
કેન્દ્ર સરકારે આ આવેદનમાં કોર્ટના 2003ના આદેશમાં સુધારાનો અનુરોધ કર્યો છે. મોદી સરકારે 33 પુષ્ઠોના આવેદનમાં 31 માર્ચ, 2003ના આદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે મુખ્ય કોર્ટે વિવાદિત ભૂમી તથા યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ મર્યાદિત રાખવાની જગ્યાએ આ આદેશનો વિસ્તાર આસપાસની હસ્તગત જમીન સુધી કરી દીધો છે.

અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992થી પહેલા 2.77 એકરની જમીનના 0.313 એકર ભાગમાં આ વિવાદિત માળખું હાજર હતું, જેને કારસેવકોએ તોડી નાખ્યો હતો. ત્યારબાદ દેશભરમાં મોટા પ્રમાણમાં કોમવાદના રમખાણો થયા હતા. સરકારે 1993માં એક કાયદના માધ્યમથી 2.77 એકર સહીત 67.03 એકર જમીન હસ્તગત કરી હતી. તેમાં રામજન્મ ભૂમી ટ્રસ્ટ તેમાં 42 એકર જમીના માલીક છે, જે નિર્વિવાદ હતી અને જેને હસ્તગત કરવામાં આવી હતી.

ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે મંગળવારે કોર્ટમાં દાખલ કરેલા એક આવેદનમાં દાવો કર્યો છે કે માત્ર 0.313 એકરની જમીન, જેના પર વિવાદિત માળખું હતું, જે જમીનનો વિવાદિત ભાગ છે. આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અરજદાર કોર્ટમાં આ આવેદન પણ દાખલ કર્યું છે કે અયોધ્યામાં પસંદગી ક્ષેત્રના હસ્તગત કાયદા, 1993ના અંતર્ગત હસ્તગત વધારાની જમીન તેમના માલીકોને પરત કરવા કોર્ટની પરવાનગી જોઇએ છે. આવેદનમાં ટોચની અદાલતના 31 માર્ચ 2003ના આદેશમાં સુધારા કરવાનો અનુરોધ કર્યો છે. આ આદેશ અંતર્ગત કેન્દ્ર સરકારની નિર્વિવાદ હસ્તગત જમીન સહીત આખી જમીનના મામલે ‘યથાસ્થિતિ’ જારી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં 14 અપીલ બાકી
અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર અલ્હાબાદ હાઇ કોર્ટે 2010ના નિર્ણયમાં 2.77 એકર જમીન સુન્ની વાક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સમાન-સમાન વિતરિત કરવાનો આદેશ આપ્યો હતો. હાઇ કોર્ટે આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં 14 અપીલો બાકી છે જેના પર 29 જાન્યુઆરીએ પાંચ સભ્યોની બેંચે વિચાર કરવાનો હતો પરંતુ એક જજ હાજર ન હોવાના કારણે આ બેંચની સુનાવણી થઇ શકી ન હતી.

ભાજપે મંગળવારે સંકેત આપ્યો કે અયોધ્યામાં વિવાદાસ્પદ રામ જન્મભૂમિ બાબારી મસ્જિદ સ્થળની પાસે હસ્તગત કરવામાં આવેલી 67 એકર જમીન મૂળ માલિકોને પરત આપવાની પરવાનગી માગવા માટે કેન્દ્ર સરકારની તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પવિત્ર નગરીમાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરશે.

સરકારની દલીલ
કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે સરકારની તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીનો બચાવ કરતા કહ્યું કે, કેન્દ્ર વિવાદિત જમીનને નથી અડી રહ્યું, જાવડેકરે પત્રકારોને કહ્યું હતું કે, આજે સરકારે 1994માં હસ્તગત જમીન મૂળ માલિકોને પરત આપવાના સિદ્ધાંતના રૂપમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો ચે. 67 એકર નર્વિવાદી જમીનમાંથી 42 એકર જમીન તો સ્વામિત્વ રામ જન્મભૂમી ટ્રસ્ટ પાસે છે. સરકાર આ જમીનને તેમના મૂળ માલિકોને પરત આપવા ઇચ્છે છે. અને તે (મૂળ માલિક) રામ મંદિર બનાવવા ઇચ્છે છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારની તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યાના સમય પર સવાલ ઉઠવાતા કહ્યું કે, કોંગ્રેસે મંગળવારેે કહ્યું કે દેશ જાતે નક્કી કરી શકે છે કે ચૂંટણીથી પહેલા સરકારે આ પગલા પાછળ શું હેતુ છે.

પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે, આ મામલે જે પણ નિર્ણય કરવાનો છે તે સુપ્રીમ કોર્ટ કરશે. પરંતુ એટલું જરૂર કહીંશ કે 29 જાન્યુઆરીએ સરકારે અરજી દાખલ કરી છે. તેના પાછળનું કારણ ચૂંટણી છે કે અન્ય કોઇ તે અમે ન કહી શકીએ. તે તમારે લોકોએ નક્કી કરવાનું છે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રી કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, આ જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટની છે અને આ તે કોઇ વિવાદમાં નથી. આ પગલુ યોગ્ય દિશામાં ઉઠાવામાં આવેલું પગલ છે અને તેનું અમે સ્વાગત કરીએ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રામ જન્મભૂમિ ટ્રસ્ટની જનમીન તેમને પરત આપવાના સંબંધે કેન્દ્ર સરકાર દ્વાર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનું વિશ્વ હિંદૂ પરિષદ સ્વાગત કરે છે. ટ્રસ્ટે આ જમીન ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિર બનાવવાના હેતુંથી લીધી હતી. આલોક કુમારે કહ્યું કે વી.એચ.પી.ને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની આ અરજીનું ટૂંક સમયમાં જ નિર્ણય કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news