આ આઠ અંગો વિના પણ જીવતો રહી શકે છે માણસ, જાણીને રહી જશો દંગ

શરીરના મુખ્ય અંગો શરીરની તમામ ચીજોનું કેન્દ્ર હોય છે. શરીરના દરેક અંગનું પોતાનું કામ છે, પરંતુ શું તમે જાણો છો કે, શરીરના કેટલાક ભાગો એવા છે કે તેના વગર પણ માણસ જીવતો રહી શકે છે.

આ આઠ અંગો વિના પણ જીવતો રહી શકે છે માણસ, જાણીને રહી જશો દંગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ માણસનું શરીર એક ખૂબ જ જટિલ રચના છે. દરેક અંગનું ખાસ કામ છે. 600થી વધુ માંસપેશીઓ, લગભગ 206 હાડકાઓ અને હજારો નસો માણસને જીવતો રાખે છે. શરીરના મુખ્ય અંગો આ તમામ ચીજોનું કેન્દ્ર હોય છે. શરીરના દરેક અંગનું પોતાનું કામ છે, પરંતુ શું તમે જાણો છો કે, શરીરના કેટલાક ભાગો એવા છે કે તેના વગર પણ માણસ જીવતો રહી શકે છે. 

પિત્તાશય 
ભોજનનું પાચન કરવામાં પિત્તાશયની મુખ્ય ભૂમિકા હોય છે. અનેક લોકોમાં જ્યારે કિડની સ્ટોન(પથરી)ની સમસ્યા વધી જાય છે ત્યારે તેમના શરીરમાંથી પિત્તાશય કાઢી નાખવામાં આવે છે. પિત્તાશય ન હોય તેવા લોકો પણ સામાન્ય જીવન જીવી શકે છે. જો કે તેના કાઢ્યા બાદ હાઈ ફેટવાળું ફૂડ ન લેવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી શરીરને નુકસાન નથી થતું, માત્ર ડાયજેશનની થોડી તકલીફ રહે છે.

સ્પ્લીન
ગુજરાતીમાં તેને બરોળ કહેવામાં આવે છે, તે શરીરનું એક ખાસ અંગ હોય છે. જેનું મુખ્ય કામ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે લોહી બનાવવું અને કોશિકાઓની સુરક્ષા કરવાનું હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બરોળ બ્લડ પ્લેટલેટ્સ સ્ટોર, એન્ટીબૉડી બનાવવાનું અને લોહીમાં અસામાન્ય કોશિકાઓને નષ્ટ કરવાનું કામ શરૂ કરી દે છે. અનેક વાર તે શરીરમાં તેજીથી વધવા લાગે છે અને આંતરિક લોહીનો સ્ત્રાવ થવા લાગે છે. જેને અટકાવવા માટે ડૉક્ટર તેની સર્જરી કરી દે છે.

ફેફસાં
શરીરમાં એક કોશિકાને જીવતા રાખવામાં ફેફસાં મહત્વની ભૂમિતા ભજવે છે. જેનું કામ શ્વાસ નળીથી આવતા ઑક્સીજનને લોહી સુધી પહોંચાડવાનું છે. આ સિવાય તે બિનજરૂરી કાર્બન ડાયઑક્સાઈડ બહાર ફેંકે છે. બંને ફેફસાં આખા બૉડી ફંક્શન માટે એક જ રીતે કામ કરે છે. એટલે તમે એક ફેફસાં પર જીવતા રહી શકો છો. જેવી રીતે આ દુનિયામાં અનેક લોકો જીવી રહ્યા છે. વેટિકન સિટીના પૉપ ફ્રાંસિસ બાળપણ એક ફેફસાં પર જીવતા છે.

પ્રજનન અંગો
પ્રજનન અંગો ન હોય તો બાળકો નેચરલી કંસીવ કરવા મુશ્કેલ છે. પરંતુ તેના વગર માણસ સામાન્ય જીવન જીવી શકે છે. અનેક વાર ગર્ભાશયમાં સમસ્યા થવાના કારણે સર્જરી કરાવવી પડે છે. તો અનેક વાર મહિલાઓમાં માસિક ચક્ર ડિસ્ટર્બ હોવાના કારણે સર્જિકલ મેનોપૉઝ કરાવવું પડે છે. જે બાદ સ્ત્રીને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડી શકે છે પરંતુ તેનાથી સામાન્ય જીવન જીવી શકાય છે.

અપેન્ડિક્સ
જૉન હોપકિંસ મેડિસિનના પ્રમાણે, અપેન્ડિક્સ શરીરમાં ઈમ્યૂનોગ્લોબુલિંસને પ્રોડ્યૂસ કરે છે. જે એક પ્રોટીન છે અને ઈન્ફેક્શનથી લડવા માટે ઈમ્યૂન સિસ્ટમમાં મદદ કરે છે. ડૉક્ટર કહે છે શરીરમાં અનેક એવા અંગો છે, જે ઈન્ફેક્શનથી લડવા માટે લિમ્ફેટિક ટિશ્યૂ બનાવે છે. એટલે જ કોઈને જીવવા માટે અપેન્ડિક્સ હોવું જરૂરી નથી. જેથી અનેક વાર તેને કાઢી નાખવામાં આવે છે.

બ્લેડર
શું તમને ખબર છે કે બ્લેડર કાઢી નાખો તો પણ વ્યક્તિ જીવી શકે છે? શરીરનું એક એવું અંગ કે જે યૂરિનરી ટ્રેક્ટના પ્રોસેસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઘણીવાર કેન્સરના જોખમ અને ઈન્ફ્લેમેટરી ડિસઑર્ડરના કારણે વ્યક્તિના શરીરમાંથી બ્લેડર કાઢી નાખવામાં આવે છે. મેયો ક્લિનિકની એક રિપોર્ટ અનુસાર, બ્લેડર કાઢ્યા બાદ લોકોને પેટની આસપાસ એક ખાસ બેગ ટાંગીને રાખવું પડે છે. જેને યૂરોસ્ટૉમી કહે છે.

કિડની
આપણા યૂરિનરી સિસ્ટમમાં બે કિડની હોય છે. જે લોહીને ફિલ્ટર કરીને ઝેરીલા પદાર્થને શરીરથી બહાર કરવાનું કામ કરે છે. સાથે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવા માટે હોર્મોન બનાવે છે. લોકો કહે છે કે જો માણસની એક કિડની ખરાબ થઈ જાય તો બીજી પર જીવતો રહી શકે છે. જો માણસની બંને કિડની ડેમેજ થઈ જાય તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. પરંતુ આવા વ્યક્તિને ડાયાલિસિસ પર જીવતા રાખી શકાય છે.

જઠર
જઠર ગ્રાસ નલી અને નાના આંતરડા વચ્ચનો પેટનો એક નાનો ભાગ હોય છે. અનેક વાર કેન્સર અને આનુવાંશિક સમસ્યાના કારણે તેને બહાર કાઢી નાખવામાં આવે છે. જો કે, તે બાદ પણ લોકો જીવતા રહી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news