World Cancer Day 2024: સ્તન કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ ગુમાવે છે જીવ, આ લક્ષણો દેખાય તો ન રહો બેદરકાર
World Cancer Day 2024: કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે તમને બેસ્ટ કેન્સરના લક્ષણ, રીસ્ક ફેક્ટર, બચાવ અને સારવાર અંગેની મહત્વની જાણકારી આપીએ.
Trending Photos
World Cancer Day 2024: બ્રેસ્ટ કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક ડેટા અનુસાર વર્ષ 2020 માં 6.8 લાખ મહિલાઓનું મૃત્યુ બ્રેસ્ટ કેન્સરના કારણે થયું હતું અને લગભગ 20 લાખ જેટલા કેસ સામે આવ્યા હતા. દુનિયાભરમાં સૌથી વધુ થનાર આ કેન્સર છે. કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે તમને બેસ્ટ કેન્સરના લક્ષણ, રીસ્ક ફેક્ટર, બચાવ અને સારવાર અંગેની મહત્વની જાણકારી આપીએ.
શું છે બ્રેસ્ટ કેન્સર ?
બ્રેસ્ટના સેલ્સમાં અસામાન્ય વધારો અને ફેરફાર બ્રેસ્ટ કેન્સર કહેવાય છે. મોટાભાગે બ્રેસ્ટ કેન્સર મહિલાઓને થાય છે પરંતુ કેટલાક કિસ્સામાં પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. બ્રેસ્ટના સેલ્સ સામાન્ય ગતિ કરતા વધારે તીવ્રતાથી વધે અને તે ટ્યુમરમાં બદલી જાય છે. આ કેન્સરના સેલ્સ બ્રેસ્ટ ઉપરાંત શરીરના અન્ય ભાગમાં પણ ફેલાઈ શકે છે જે જીવલેણ સાબિત થાય છે. જોકે બ્રેસ્ટ કેન્સર અંગે શરૂઆતથી સ્ટેજમાં જ જાણકારી મેળવી શકાય છે અને તેની સારવાર પણ શરૂ થઈ જાય છે.
બ્રેસ્ટ કેન્સરના લક્ષણ
સ્તનની આસપાસ ગાંઠ થવી
સ્તનમાં અસામાન્ય ફેરફાર
નીપલ્સમાં બદલાવ થવો
સ્તનમાં ગાંઠ જેવું બનવા લાગવું
સ્તનમાંથી રક્ત કે લિક્વિડ નીકળવું
સ્તનનો રંગ બદલી જવો
બ્રેસ્ટ કેન્સર થવાના કારણો
- વધતી ઉંમરના કારણે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે 50 વર્ષ કે તેનાથી વધારે ઉંમરની મહિલાને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે.
- જો તમારી છાતીનો ભાગ રેડીએશન સામે એક્સપોઝ થયો છે તો બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
- જો તમારા પરિવારમાં કોઈ નજીકના વ્યક્તિને બ્રેસ્ટ કેન્સર થયું છે તો તમને પણ આ બીમારી થાય તેનું જોખમ વધી જાય છે.
- 12 વર્ષથી નાની વયમાં માસિકની શરૂઆત થઈ ગઈ હોય તેને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે રહે છે.
- વધારે પડતું વજન હોય તો આ બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.
- દારૂ પીવાથી પણ બ્રેસ્ટ કેન્સર અને અન્ય કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
કેવી રીતે બચવું બ્રેસ્ટ કેન્સરથી?
- સ્તનમાં થતા ફેરફાર પર ધ્યાન આપવું અને જો અસામાન્ય ફેરફાર દેખાય તો તુરંત જ ચેક અપ કરાવવું.
- જો તમારું વજન નોર્મલ વેટ કરતાં વધારે છે તો ડાયટમાં હેલ્દી ફેરફાર કરી વજન કંટ્રોલ કરવો.
- પોતાની ડાયટમાં સિઝનલ ફ્રુટ, આખા અનાજ, ફિશ અને દહીંનો સમાવેશ નિયમિત કરો.
- વધારે પડતી ખાંડવાળી વસ્તુઓ ખાવાનું, દારૂ અને કોલ્ડ્રીંક્સ પીવાનું ટાળો.
- નિયમિત રીતે 30 થી 35 મિનિટ એક્સરસાઇઝ કરો તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થશે.
પોતાના ડોક્ટર સાથે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર અંગે વાતચીત કરી નિયમિત રીતે પોતાના સ્તનની તપાસ કરાવો તેથી બ્રેસ્ટ કેન્સર હોય તો તેની જાણકારી શરૂઆતના સ્ટેજમાં જ મળી જાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે