Budh Gochar 2024: 7 ફેબ્રુઆરીએ બુધ થશે અસ્ત, આ 3 રાશિઓ માટે શરુ થશે આફત સમાન સમય

Budh Gochar 2024: બુધનું અસ્ત થવું કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થશે. 7 ફેબ્રુઆરીએ સવારે 6 કલાક અને 22 મિનિટથી 11 માર્ચ સાંજે 7 કલાક અને 17 મિનિટ સુધી મકર રાશિમાં બુધ ગ્રહ અસ્ત રહેશે. 

Budh Gochar 2024: 7 ફેબ્રુઆરીએ બુધ થશે અસ્ત, આ 3 રાશિઓ માટે શરુ થશે આફત સમાન સમય

Budh Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિમાં ગોચર કરતા ગ્રહોના રાજકુમાર બુધ થોડા સમય માટે અસ્ત થવાના છે. બુધનું અસ્ત થવું કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થશે. 7 ફેબ્રુઆરીએ સવારે 6 કલાક અને 22 મિનિટથી 11 માર્ચ સાંજે 7 કલાક અને 17 મિનિટ સુધી મકર રાશિમાં બુધ ગ્રહ અસ્ત રહેશે. 

બુધના અસ્ત રહેવાથી કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામ જોવા મળશે તો કેટલીક રાશિના લોકો માટે 7 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધીનો સમય આફત સમાન રહેશે. તો ચાલો તમને જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ ત્રણ રાશિ છે જેમના માટે બુધનું અસ્ત થવું અશુભ છે.

આ 3 રાશિ માટે બુધનું અસ્ત થવું અશુભ

મેષ રાશિ

આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. ભાગ્યો કોઈ કામમાં સાથ નહીં આપે જેના કારણે એક પછી એક સમસ્યાઓ આવશે. નોકરી દરમિયાન પણ સાચવીને નિર્ણય લેવા નહીં તો નુકસાન સહન કરવું પડશે. આ સમય દરમિયાન કામ કરવામાં એકાગ્રતાની ખામી રહેશે. આર્થિક નુકસાન નો સામનો પણ કરવો પડી શકે છે. આ સમય દરમિયાન જો યાત્રા કરવાના હોય તો સાવધાન રહેવું.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને આ સમય દરમિયાન આર્થિક પારિવારિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસ કરી રહ્યા હોય તો એલર્ટ રહેવું. નોકરી કરતા લોકોને પણ કામનું પ્રેશર રહેશે. જેના કારણે ચિંતા નું સામનો કરવો પડશે. આ સમય દરમિયાન આર્થિક હાનિ નો સામનો પણ કરવો પડી શકે છે. 

સિંહ રાશિ

7 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી આ રાશિના લોકોને ધન સંબંધિત કાર્ય સંભાળીને કરવા જોઈએ નહીં તો બારે નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન મોટું રોકાણ કરવાથી પણ બચો. નોકરીમાં લાભ મળી શકે છે. પારિવારિક સંબંધોની વાત કરીએ તો તેમાં સંભાળીને રહેવાની જરૂર છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news