સતત AC માં રહેતા લોકો માથાના દુખાવા સહિત આ 5 સ્વાસ્થ્ય સમસ્યાનો ઝડપથી બને છે ભોગ

Side Effects Of AC: ઉનાળામાં એસીની ઠંડક સારી તો લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સતત એસીમાં રહેવું હાનિકારક છે. એસીની ઠંડી હવામાં રહેવાની આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને તેનાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

સતત AC માં રહેતા લોકો માથાના દુખાવા સહિત આ 5 સ્વાસ્થ્ય સમસ્યાનો ઝડપથી બને છે ભોગ

Side Effects Of AC: ઉનાળામાં એસીની ઠંડી હવામાં રહેવું દરેક વ્યક્તિને ગમે છે. એસીમાં બેઠા હોય તો એવું લાગે કે જાણે ઉનાળો છે જ નહીં. ખાસ કરીને જે લોકો નોકરી કરતા હોય છે તેમને કલાકો સુધી એસી ઓફિસમાં બેસવાનું હોય છે. જેના કારણે તેઓ ઘરે આવીને પણ એસીમાં બેસવાનું પસંદ કરે છે. ઉનાળામાં એસીની ઠંડક સારી તો લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સતત એસીમાં રહેવું હાનિકારક છે. એસી ની ઠંડી હવામાં રહેવાની આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને તેનાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર એર કન્ડિશનમાં વધારે કલાકો સુધી બેસવાથી માથાના દુખાવા સહિત ડ્રાય સ્કિનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં એસી ના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. આજે તમને જણાવીએ કે એસીમાં સતત રહેવાથી કઈ પાંચ બીમારીઓ ઝડપથી થવાની સંભાવના વધે છે. 
 

આ પણ વાંચો :

 

સતત એસી માં રહેવાથી થતા નુકસાન

1. એર કન્ડિશનર રૂમને ઠંડો કરવા માટે રૂમમાં જે ભેજ હોય છે તેને ખેંચી લે છે. તેવામાં ત્વચામાં રહેલું મોઈશ્ચર પણ એસી ઓછુ કરી નાખે છે અને તેના કારણે ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. સતત એસીમાં રહેતા લોકોને સ્કીન ડ્રાય થઈ જવાની ફરિયાદ રહે છે 

2. કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો સેન્ટ્રલ્લી એસી ઓફિસમાં બેસીને કામ કરે છે તેમને શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ જેમ કે નાકમાં તકલીફ શ્વાસ લેવામાં સમસ્યા વધારે પ્રમાણમાં થાય છે. 

3. ઉનાળામાં એસીમાં વધારે પ્રમાણમાં બેસવાથી લોકોને માથાનો દુખાવો અથવા તો માઈગ્રેન થવાનું જોખમ વધી જાય છે. કલાકો સુધી એસીમાં બેસવાથી માઈગ્રેન ટ્રીગર થાય છે.

4. જ્યારે તમે નિયમિત રીતે એસીમાં બેસવા લાગો છો તો શરીરનું હીટ ટોલરન્સ ઓછું થઈ જાય છે. એટલે કે તમે જ્યારે ઓછી ગરમી હોય તેવી જગ્યાએ જાઓ તો પણ તમને વધારે ગરમી લાગે છે.

5. જે જગ્યાએ સતત એસી ચાલતું હોય ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. આવી સ્થિતિમાં આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા વધી જાય છે. સાથે જ આંખમાં ખંજવાળ અને ઇરીટેશન પણ થઈ શકે છે. સતત એસીમાં બેસવાથી વિઝન ધૂંધળું પણ થઈ જાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news