Knowledge: ગરોળીને અટકી અટકીને દોડતી જોઇને ડરવા લાગે છે લોકો, જાણો કેમ કરે છે આમ

Lizard:  ગરોળી ઘરમાં જ્યાં પણ લાઈટો ચાલુ હોય ત્યાં જોવા મળે છે, કારણ કે જંતુઓ અને જીવાત લાઈટોની આસપાસ ફરે છે અને ગરોળી અહીં તેમનો શિકાર કરવા બેસે છે. આજે આપણે જાણીશું કે શા માટે તે વચ્ચે-વચ્ચે ચાલે છે.

Knowledge: ગરોળીને અટકી અટકીને દોડતી જોઇને ડરવા લાગે છે લોકો, જાણો કેમ કરે છે આમ

Why Lizard Take Breaks When Running: ગરોળીનું નામ પડતાં જ ન જાણે મન કેવું થવા લાગે છે. તે ઘરની દિવાલો અથવા છત પર જોઈ શકાય છે. ઘરની મહિલાઓને ગરોળીના લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે ગંદકી કરવા ઉપરાંત ક્યારેક ક્યારેક ઘરમાં ગમે ત્યાંથી નિકળી પડે છે. જો કે, ગરોળી ઘરની દિવાલો અને ખૂણામાં હાજર જંતુઓ અને જીવાતોનો નાશ કરે છે. તેમ છતાં, આ સ્ત્રીઓની સૌથી મોટી દુશ્મન છે.

ગરોળીને જોઈને બાળકો અને મોટાભાગની મહિલાઓ ડરી જાય છે. બાળકો સમજી શકે છે કે આ નાનું પ્રાણી તેમના માટે ખૂબ જ ડરામણું છે, પરંતુ મહિલાઓના મતે, તેમને જોવું એ ડરામણું નથી તેના કરતાં વધુ તેને જોઇને મન ગભરાઇ જાય છે, તેનું કારણ એ છે કે તેઓ અટકી અટકીને દોડે છે. શું તમે જાણો છો આ પાછળનું કારણ શું છે? જો તમે જાણો છો, તો તે સારું છે અને જો જાણી ગયા તો પછી ક્યારેય ગરોળીને આમ કરતાં જોઇને ડરશો નહી. 

આ કારણે લાગે છે ડરામણી
તમે ક્યારેય ઘરની દીવાલ પર બેઠેલી ગરોળીની હિલચાલ પર ધ્યાન આપ્યું હશે, પછી તમે જોયું જ હશે કે તે જંતુને પકડવા માટે ઝડપથી દોડીને આવે છે અને તેને પકડી લે છે, પરંતુ ભાગ્યે જ ક્યારેય એવું જોયું હશે કે ગરોળી ઝડપથી આગળ વધે છે. પરંતુ સતત નહી. હા, ગરોળી દોડતી વખતે વચ્ચે જ અટકી જાય છે.

આ જોઈને લોકો તેનાથી ડરી જાય છે, બધા વિચારતા હશે કે હવે તે આપણી સામે જોઈ રહી છે અને આપણા પર પડી જશે. હકિકતમાં, ગરોળીની આંખો પર કોઈ પોપચા નથી, જેના કારણે આ પ્રાણી વધુ ડરામણી લાગે છે.

જાણો શા માટે અટકી અટકીને દોડે છે ગરોળી
ગરોળી ખૂબ જ ઝડપથી દોડે છે, પરંતુ તે સતત દોડી શકતી નથી, કારણ કે તે શ્વાસ લેવા માટે આવું કરે છે. તમને જણાવી દઈએ કે ગરોળી એક સમયે માત્ર એક જ કામ કરી શકે છે, આ સ્થિતિમાં તે દોડી શકે છે અથવા શ્વાસ લઈ શકે છે. એટલા માટે તેણે દોડતી વખતે શ્વાસ લેવા માટે વચ્ચે રોકાવવું પડે છે.

આ જ કારણ છે કે ગરોળી તેના શિકાર પર ખૂબ જ ઝડપથી ત્રાટકે છે અને જો શિકાર છોડીને ભાગી જાય છે, તો તે તેની પાછળ નથી આવતી. ગરોળી 30 વર્ષ સુધી જીવી શકે છે. ભયની લાગણી અનુભવતા, તે તેની પૂંછડીને શરીરમાંથી અલગ કરી શકે છે, પરંતુ પાછળથી તેની પૂંછડી ફરીથી વધે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં તેની અનેક પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news