વિશ્વભરમાં 2.2 અબજ લોકો હેલ્થની આ સમસ્યાથી પીડીત છે... જાણો કઇ છે આ બીમારી

દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ની રિપોર્ટે ચેતવણી આપતા કહ્યું કે, બાળકો દ્વારા અત્યંત વધારે સમય ઘરની અંદર પસાર કરવાથી મ્યોપિયા જેવી દૃષ્ટિ સંબંધિત સમસ્યા વધી રહી છે

વિશ્વભરમાં 2.2 અબજ લોકો હેલ્થની આ સમસ્યાથી પીડીત છે... જાણો કઇ છે આ બીમારી

જિનીવા: દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ની રિપોર્ટે ચેતવણી આપતા કહ્યું કે, બાળકો દ્વારા અત્યંત વધારે સમય ઘરની અંદર પસાર કરવાથી મ્યોપિયા જેવી દૃષ્ટિ સંબંધિત સમસ્યા વધી રહી છે. મંગળવારે પ્રકાશિત અહેવાલમાં, આ વધતી સમસ્યાઓનો સ્માર્ટફોન અથવા અન્ય કોઈ સ્ક્રીન સાથે સીધો સંબંધ નથી.

અંધત્વ અને બહેરાપણાના નિવારણ માટે ડબ્લ્યુએચઓના સંયોજક સ્પેનિશ ડોક્ટર અલાર્કોસ સિજાએ રજૂ કરેલા દસ્તાવેજમાં એવું બહાર આવ્યું છે કે વિશ્વભરમાં 2.2 અબજ લોકો આંખની કોઈ સમસ્યાથી પીડાય છે.

ઘણા દેશોમાં વૃદ્ધોની વધતી સંખ્યા, અને ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં આંખોની પૂરતી સંભાળનો અભાવ અમુક અંશે જવાબદાર છે, પરંતુ આંખોથી સંબંધિત સમસ્યાઓના મામલે વૃદ્ધિ પાછળ શારીરિક નિષ્ક્રિયતા અને જીવનશૈલીમાં પરિવર્તન મુખ્ય કારણ છે.

ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું હતું કે હાલની આંખોની અડધી સમસ્યાઓ અટકાવી શકાય છે અને તેમણે દેશોને આરોગ્ય યોજનાઓમાં નેત્ર સ્વાસ્થ્યને સમાવવા આગ્રહ કર્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news