કાશ્મીર: અટકાયતમાં લેવાયેલા 3 નેતાઓનો આજે થશે છૂટકારો, બોન્ડ સાઈન કરાવવામાં આવ્યાં
કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવામાં આવી તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે કાશ્મીર ખીણના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જો કે હવે તેમના છૂટકારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી/શ્રીનગર: કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવામાં આવી તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે કાશ્મીર ખીણના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જો કે હવે તેમના છૂટકારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે કાશ્મીર ખીણમાં 3 નેતાઓને છોડી મૂકવામાં આવશે. આ સાથે જ તેમની પાસે એક બોન્ડ પણ સાઈન કરાવવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે તેઓ કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન કે સભામાં ભાગ લેશે નહીં.
સૂત્રોના હવાલે મળેલી માહિતી મુજબ ઘરમાં નજરકેદ કરીને રખાયેલા રફીકાબાદના પૂર્વ પીડીપી ધારાસભ્ય યવર મીરને આજે છોડી મૂકવામાં આવશે. આ ઉપરાંત બાટમાલુથી નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય કે જેમને શ્રીનગરની સેન્ટોર હોટલમાં અટકાયત કરીને રખાયા હતાં તેમને પણ આજે છોડી મૂકવામાં આવશે. આ બાજુ કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય શોએબ લોનને પણ આજે છોડી દેવાશે.
જુઓ LIVE TV
સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનો છૂટકારો શરતી થયો છે. એક બોન્ડ સાઈન કરાવાયા બાદ આ છૂટકારો શક્ય બન્યો છે. જેમાં લખ્યું છે કે કાશ્મીર ખીણમાં શાંતિને ભંગ કરતા હોય તેવા કોઈ પણ પ્રકારના પ્રદર્શન, કે પછી સભામાં તેઓ સામેલ થશે નહીં. સૂત્રોનું કહેવું છે કે આ નેતાઓ ઉપરાંત અન્ય નેતાઓને પણ આવનારા દિવસોમાં યોગ્ય દેખરેખ અને પરામર્શ બાદ છોડી મૂકવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે