વજન ઘટાડવાના બધા નુસખા ફેલ ગયા હોય તો નિરાશ ન થશો, અકસીર સાબિત થશે આ આયુર્વેદિક ઉપાય

વેઈટ લોસ કરવા અત્યાર સુધી ઘણાં બધા પ્રયોગો કરી ચૂક્યાં છો? વજન ઘટાડવાના બધા જ પ્લાન થઈ રહ્યાં છે નિષ્ફળ? તો ફિકર નોટ...આયુર્વેદનો આ અકસીર ઉપાય તમને નિરાશ નહીં કરે...

વજન ઘટાડવાના બધા નુસખા ફેલ ગયા હોય તો નિરાશ ન થશો, અકસીર સાબિત થશે આ આયુર્વેદિક ઉપાય

નવી દિલ્લીઃ વજન ઘટાડવું એ ધીમી ગતિએ ચાલતી પ્રક્રિયા છે. રાતોરાત વજન ઘટાવવું શક્ય નથી. એટલા માટે કોઈ તમને એવું કહે છે કે તેમની પાસે તાત્કાલિક વજન ઘટાડવાનો ઉપાય છે તો તેમની વાતમાં ન આવવું. કેમ કે, વજન ઉતારવા મટે ધીરજ રાખવી જરૂરી છે.  આયુર્વેદમાં એવા ઘણા ઉપાયો છે જેનાથી વજન ઘટાડી શકાય છે. આયુર્વેદમાં વજન ઘટાડવા માટે વિવિધ જડીબુટ્ટી અને મસાલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજે અમે તમને એવી પાંચ આયુર્વેદિક ઔષધિ વશે જણાવીશું કે જે વજન ઘટાડવામાં તમારી મદદ કરશે. 

આદુઃ
ભારતમાં મોટાભાગના લોકોની સવાર આદુવાળી ચાથી થાય છે. આદુ પાચનક્રિયામાં મદદ કરે છે અને ભૂખને ઓછી કરે છે. આ બંને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આદુમાં એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી ઈંફ્લામેટરી ગુણ પણ હોય છે. આદુનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે.

હળદરઃ
ભારતીય ડિશ હળદર વગર અધૂરી છે. હળદર ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. હળદર શરીરમાં મેટાબોલિઝ્મને વધારે છે. જે વજન ઓછું કરવાનું કામ કરે છે. આ એન્ટીઓક્સિડેન્ટનો પણ એક સ્ત્રોત છે. તમે હળદરમાં કાલી મિર્ચ મેળવી ગરમ પાણી સાથે લઈ શકો છો. તમે તેને દૂધ સાથે પણ પી શકો છો.

જીરુંઃ
વજન ઘટાડવા માટે જીરું પણ એક રામબાણ ઈલાજ છે. સાથે જ ભારતીય વાનગીમાં જીરાનો ખૂબ જ ઉપયોગ થાય છે. જીરામાં ચયાપચય ઉત્પ્રેરણ તત્વ હોય છે. જે પાચન કરવામાં મદદ કરે છે. જીરું પેટમાં સોજો અને ગેસને રોકવામાં મદદ કરે છે. રાત્રે જીરાને પાણીમાં પલાળીને સવારે તેને પી લો જેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે. 

મરીઃ
ભારતીય રસોઈમાં મરીનો ખૂબ જ ઉપયોગ થાય છે. મરી ભારતના માલાબાર તટથી આવે છે અને દેશના સૌથી જૂના મસાલામાંથી એક છે. પોતાના એક શ્રેષ્ઠ સ્વાદના કારણે તે મરચાની સમાન છે. એક અધ્યયન અનુસાર મરીમાં પિપેરિન તત્વ હોય છે જે ફેટના નિર્માણ માટે જવાબદાર ગતિવિધિઓમાં હસ્તક્ષેપ કરે છે. અધ્યયન મુજબ આ એક રિએક્શન સેટ કરે છે જે શરીરમાં ચરબીના નિર્માણ પર રોક લગાવે છે.

તજ:
વજન ઘટાડવામાં તજ પણ ઉપયોગી છે. તજ બ્લડ સુગર લેવલને બેલેન્સ કરે છે અને પેટને ભરેલું રાખે છે. તે ક્રેવિંગ અને ભૂખને ઓછી કરે છે. તજનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. તેને તમે ચામાં નાખી શકો છો અથવા તો પેનકેક્સ જેવી ડીશમાં પણ નાખી શકો છો. આ સિવાય તમે તજના નાનકડા ટુકડાને મોઢામાં રાખી શકો છો. 

(નોંધઃ આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે તેને અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લો. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news