WEIGHT LOSS: એક વાર ઘટ્યા બાદ ફરી કેમ વધી જાય છે વજન? જાણવા જેવું છે વારંવાર વજન વધવાનું કારણ
WEIGHT LOSS: વજન ઘટ્યા બાદ પણ કેમ વધી જાય છે વજન? વજન વધવા પાછળ છે આ મોટા કારણો. આ કારણો જાણવાથી તમને પણ થશે લાભ. કેવો ખોરાક લેવો, કેટલી ઊંઘ લેવી તે બાબતો પણ ભજવે છે મહત્ત્વનો ભાગ. જાણો વિગતવાર....
Trending Photos
નવી દિલ્લીઃ વજન ઓછું કરવું એ મુશ્કેલ કાર્ય છે, વજન ઘટાડવા માટે યોગ્ય પદ્ધતિની જરૂર છે. વજન ઘટાડ્યા બાદ વજનને મેન્ટેન કરવું એ વજન ઓછું કરવા કરતા પણ મુશ્કેલ છે..હંમેશાં એવું જોવા મળે છે કે લોકો વજન ઓછું કરે છે, પરંતુ તેમનું વજન ફરીથી વધવાનું શરૂ થાય છે. જેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ આ કારણો વિશે. વજન વધવા પાછળ ઘણા કારણો છે એ લોકો જાણતા નથી..ખોરાક મેન્ટેન એટલે કે ડાયટ કરો અને કસરત કરવાથી વજન વધશે નહીં એવું નથી..વજન વધવાનું કારણ સીધું છે..જે ખોરાકમાંથી તમે કેટલી કેલેરી લો એટલી બાળશો નહીં તો વજન વધવાનું નક્કી છે. જે કેલેરી નહીં બળે તે શરીરમાં ફેટ રૂપે જમાં થશે અને વજન વધશે..
વજન ઘટાડ્યા બાદ પણ કેમ વધે છે વજન?
સવારનો નાસ્તો સ્કીપ કરવો-
જો તમે સવારનો નાસ્તો બ્રેક કરો છે, તો તમે ઘણું બધું ગુમાવી રહ્યા છે. જી હા સૂર્યપ્રકાશની હાજરીમાં કરેલો નાસ્તો જલ્દીથી પચી જાય છે.સવારનો નાસ્તો દિવસ દરમિયાન શરીરમાં ભરપૂર એનર્જી આપે છે. સવારના નાસ્તામાં ફાઈબરયુક્ત ખોરાક લેવો જોઈએ. જે આપણું પેટ લાંબો સમય સુધી ભરેલું રહેશે.
પૂરતી ઉંઘ ન લેવી-
મારું વજન ભલે ઓછું થઈ ગયું હોય. પરંતુ પૂરતી ઉંઘ લેવી પણ જરૂરી છે...જી હાંજો તમારા શરીરને પૂરતી ઉંઘ ન મળે તો થાક લાગે છે અને મેટાબોલિક રેટ ધીમો થઈ જાય છે. જેના કારણે તમારા શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતા ઓછી થશે અને વધારે ચરબી વધવાનું શરૂ થશે.
કસરત છોડી દેવી-
વજન ઘટાડવા માટે લોકો વેઈટ લિફ્ટિંગ કસરતો કરે છે, જે ચરબી બર્ન કરે છે અને વજન ઘટે છે....પરંતુ, વજન ઘટાડ્યા બાદ જો તમે કસરત કરવાનું છોડી દો તો શરીરનો મેટાબોલિક રેટ ધીમો થવાનું શરૂ થાય છે અને શરીર ફરીથી ચરબી સ્ટોર કરવાનું શરૂ કરે છે. વજન ઓછું કર્યા પછી તમારે અઠવાડિયામાં 3-4 દિવસ કસરત કરવી જરૂરી છે.
જૂની આદતો શરૂ થવી-
લોકો જેટલી જલ્દી વજન ઘટાડી લે છે, તેવી જ રીતે તેઓ જૂની ખરાબ ટેવો શરૂ કરે છે. જેમાં મીઠી વસ્તુ, જંક ફૂડ, દારૂનું સેવન અથવા ધૂમ્રપાન વગેરે. જ્યારે તમે ફરીથી ખોટી આદતો અપનાવો, તો તમારું વજન ફરીથી વધવાનું શરૂ થાય છે.
રંગ તેવો સંગ-
આપણી આદતોની સાથે સાથે, નજીકમાં રહેતા મિત્રો અને પરિવારની ટેવથી આપણું આરોગ્ય પણ પ્રભાવિત થાય છે. જ્યારે તમે કુટુંબ અને મિત્રોની અનિચ્છનીય આદતોની વચ્ચે રહો છો, તો તમારું શરીર પણ તેને અનિચ્છાએ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, જો તમારા ઘરના દરેકને મીઠાઈ ખાવાની ટેવ હોય, તો તમારી મીઠાઇ ખાવાની સંભાવના નોંધપાત્ર રીતે વધશે.
(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે