અનોખું ટી સાયકલ કેલેન્ડર: માસિક સાથે સંકળાયેલી માન્યતાઓને કરશે દૂર

કરોડો ભારતીય મહિલાઓ માસિક કાળ દરમ્યાન હાથ-પગ ખેંચાવા, માથાનો દુઃખાવો અને પિડાનો અનુભવ કરતી હોય છે. આ મહિલાઓને જાણ પણ નથી હોતી કે તેમના શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે. આ માસિક કાળ દરમ્યાન શરીરમાં કેટલાક ફેરફાર થતા હોય છે, જે ઘણી મહિલાઓને મૂંઝવણમાં મૂકે છે.

અનોખું ટી સાયકલ કેલેન્ડર: માસિક સાથે સંકળાયેલી માન્યતાઓને કરશે દૂર

menstruation: માસિક કાળ દરમ્યાન સ્વચ્છતાની જાળવણી માટે પોસાય તેવા અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ક્લોથ નેપકીન્સ બનાવતી કંપની યુનિપેડઝ માસિક કાળ સાથે સંકળાયેલી માન્યતાઓ હલ કરવા પ્રયાસ કરી રહી છે. યુનિપેડ્ઝે, ટી પ્રમોટર્સ ઈન્ડિયા સાથે સહયોગ કરીને એક અનોખું અને નવતર પ્રકારનું ટી સાયકલ કેલેન્ડર ડિઝાઈન કર્યું છે કે જે માસિક કાળ દરમ્યાન જાગૃતિ પેદા કરી મહિલાઓને આ કુદરતી પરિસ્થિતિ સાથે કેવી રીતે કામ પાર પાડવું તે શિખવે છે.

કરોડો ભારતીય મહિલાઓ માસિક કાળ દરમ્યાન હાથ-પગ ખેંચાવા, માથાનો દુઃખાવો અને પિડાનો અનુભવ કરતી હોય છે. આ મહિલાઓને જાણ પણ નથી હોતી કે તેમના શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે. આ માસિક કાળ દરમ્યાન શરીરમાં કેટલાક ફેરફાર થતા હોય છે, જે ઘણી મહિલાઓને મૂંઝવણમાં મૂકે છે. માહિતીના અભાવને કારણે વિવિધ શંકાઓ અને અસુરક્ષાની ભાવના પેદા થાય છે. આ સ્થિતિ જીવનકાળ દરમ્યાન ચાલુ રહેતી હોય છે. 

યુનિપેડઝના સ્થાપક ગીતા સોલંકી જણાવે છે કે “વર્તમાન સમયમાં પણ માસિક કાળને વહેમની દ્રષ્ટિએ જોવામાં આવે છે. ઘણી મહિલાઓને માસિક કાળ અંગે થોડીક અથવા તો નહીંવત્ત માહિતી હોય છે, જેના પરિણામે આ સ્થિતિમાં કેવી રીતે કામ પાર પાડવું તેની જાણકારી હોતી નથી. અમારૂં નવતર પ્રકારનું ટી સાયકલ કેલેન્ડર માસિક કાળ દરમ્યાન જાગૃતિ પેદા કરે છે અને તે મહિલાઓને માસિક કાળના દરેક દિવસ દરમ્યાન માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડે છે. 

તેમના શરીરમાં થતા બાયોલોજીકલ ફેરફારો અંગે જાગૃતિ આપે છે. આ જાણકારી એવા સમયે એટલે કે ‘ચા’ પીવાના સમયે આપવામાં આવે છે કે જ્યારે મહિલાઓ આરામદાયક સ્થિતિમાં હોય અને ચર્ચા માટે તૈયાર હોય છે. એમાં એક કીટ હોય છે કે જેના મારફતે માતા-પિતા, પતિ, મિત્રો અને સાથે ભણતી વિદ્યાર્થીનીઓ તેમની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે વાત કરી શકે છે. મહિલાઓ અને છોકરીઓમાં વ્યાપક જાગૃતિ પેદા કરવાથી તે તંદુરસ્ત જીવન જીવી શકે છે.”

ટી સાયકલ એ એક અનોખું ઈન્ફ્યુઝન કેલેન્ડર છે કે જેમાં ચાની 28 પડીકીઓ આપેલી હોય છે. માસિક કાળ દરમ્યાન અલગ અલગ દિવસે તે ‘ચા’ નો ઉપયોગ કરવાનો રહે છે. તેનાથી છોકરીઓ અને મહિલાઓ એ દિવસે પોતાના શરીર અંગે જાણકારી મેળવી શકે છે તથા શારીરિક પિડા અને લક્ષણોને સારી રીતે સમજી શકે છે. જો જરૂરિયાત જણાશે તો યુનિપેડઝ સ્વૈચ્છિક સંસ્થાઓ અને કોર્પોરેટ સામાજીક જવાબદારી માટેના સહયોગથી ભવિષ્યમાં ટી સાયકલ કેલેન્ડરનું વિતરણ કરશે. 

જાગૃતિના અભાવને કારણે તથા માહિતીના અભાવો, પોસાય તેવા નહીં હોવાથી તથા વિવિધ માન્યતાઓના કારણે ભારતમાં માત્ર એક તૃતિયાંશ મહિલાઓ જ સેનેટરી નેપકીન્સનો ઉપયોગ કરે છે. યુનિપેડઝ પોસાય તેવા અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ક્લોથ નેપકીન્સ પૂરાં પાડીને માસિકા કાળમાં સ્વચ્છતા જળવાય તેની ખાત્રી રાખી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news