Mouth Ulcer: દાદીમાના આ 5 નુસખા મોઢાના ચાંદાથી તુરંત આપશે રાહત
Mouth Ulcer: આમ તો થોડા દિવસમાં મોઢાના ચાંદા જાતે જ મટી જતા હોય છે. પરંતુ આ દિવસો દરમિયાન ખાવા-પીવામાં સમસ્યા થાય છે. તેવામાં જો તમે મોઢાના ચાંદાને મટાડવા માંગતા હોય તો કેટલાક ઘરેલું ઉપાયો કરી શકો છો.
Trending Photos
Mouth Ulcer: મોઢાના ચાંદા દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે થયા જ હોય છે. ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. મોઢામાં ચાંદા થવાનું કોઈ એક કારણ નથી હોતું. પરંતુ મોટા ભાગે એવું થાય છે કે પેટની ગરમીના કારણે અને શરીરમાં પાણીના અભાવના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે. આ સિવાય સ્ટ્રેસ અને હોર્મોનલ ચેન્જના કારણે પણ મોઢામાં ચાંદા થઈ જતા હોય છે. આમ તો થોડા દિવસમાં મોઢાના ચાંદા જાતે જ મટી જતા હોય છે. પરંતુ આ દિવસો દરમિયાન ખાવા-પીવામાં સમસ્યા થાય છે. તેવામાં જો તમે મોઢાના ચાંદાને મટાડવા માંગતા હોય તો કેટલાક ઘરેલું ઉપાયો કરી શકો છો.
1. મીઠું
ઝડપથી મોંના ચાંદા મટાડવા માટે તમે દિવસ દરમિયાન મીઠાના પાણીથી કોગળા કરી શકો છો. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ મોઢામાં વધેલા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરવાનું કામ કરે છે. તેના માટે હુંફાળા પાણીમાં એક ચમચી મીઠું ઉમેરી દિવસમાં બે વાર કોગળા કરો.
2. કાળી ચા
મોઢાના ચાંદા મટાડવા માટે તમે કાળી ચાનો ઉપયોગ કરી શકો છો. બ્લેક ટી બેગને એક કપ ગરમ પાણીમાં થોડી વાર પલાળી રાખો. ત્યારપછી તે ઠંડી થઈ જાય પછી તેના વડે ચાંદાની સફાઈ કરો. તેનાથી હીલિંગ પ્રક્રિયા ઝડપી બને છે.
3. મેગ્નેશિયાનું દૂધ
ચાંદા મટાડવા માટે તમે મેગ્નેશિયાનું દૂધ લગાવી શકો છો. તેના માટે એક કપ પાણીમાં મેગ્નેશિયાનું દૂધ મિક્સ કરીને કોગળા કરો.
4. લવિંગ
મોઢાના ચાંદાના કારણે થતા દુખાવાથી રાહત મેળવવા માટે તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ મોઢાના ચાંદામાં બેક્ટેરિયા અને કીટાણુઓને વધતા અટકાવે છે. તે ચાંદાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.
5. દહીં
દહીંને પ્રોબાયોટિક ગણવામાં આવે છે. તેના સેવનથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તે તમારા શરીરની ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. તે મોંઢાના ચાંદાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે