આ 4 વસ્તુ નસે નસમાંથી ખેંચીને બહાર કાઢી નાખશે કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકનું જોખમ થઈ જશે ઓછું

Healthy Food: શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે. એટલા માટે જ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે નસોમાં ફેટ જામી જાય છે. આ સ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે.

આ 4 વસ્તુ નસે નસમાંથી ખેંચીને બહાર કાઢી નાખશે કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકનું જોખમ થઈ જશે ઓછું

Healthy Food: શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો ઘણી બધી બીમારીઓ શરીરમાં વધે છે. શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે. એટલા માટે જ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે નસોમાં ફેટ જામી જાય છે. આ સ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખવા માટે રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.  

આ પણ વાંચો:

રીંગણા

રીંગણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે. જેના કારણે તે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે જો તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો ડાયટમાં રીંગણા સામેલ કરવા જોઈએ 

ડુંગળી

ડુંગળીનો ઉપયોગ શાકમાં તો કરવામાં આવે છે પરંતુ કાચી ડુંગળી ખાવી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં જે ફાઇબર હોય છે તે કોલેજ રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને પણ કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય તો ડુંગળી ખાવાની શરૂઆત કરવી જોઈએ. 

ભીંડા

ભીંડા એવું શાક છે જે દરેકને પસંદ હોય છે. ભીંડામાં ફાઇબર સૌથી વધારે હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેથી ભીંડાને પણ ડાયટમાં સામેલ કરવા જોઈએ.

લસણ

લસણ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો તમને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તેને કંટ્રોલમાં કરવા માટે લસણ ખાવું જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news