Male Stamina: આ 4 વસ્તુઓથી વધે છે પુરુષોનો સ્ટેમિના, જાણો ઝડપી લાભ માટે ઉપયોગ કરવાની સાચી રીત

Male Stamina: આજની દોડધામ ભરેલી જીવનશૈલી અને અનહેલ્ધી લાઇફ સ્ટાઇલના કારણે પુરુષોમાં સ્ટેમિના ઓછો થઈ જાય છે. પુરુષોનો ઓછો સ્ટેમિના લગ્નજીવનને ખરાબ કરી શકે છે. તેવામાં આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે પુરુષોમાં કુદરતી રીતે સ્ટેમિના વધારે છે. 

Male Stamina: આ 4 વસ્તુઓથી વધે છે પુરુષોનો સ્ટેમિના, જાણો ઝડપી લાભ માટે ઉપયોગ કરવાની સાચી રીત

Male Stamina: ઘણા પુરુષો એવા હોય છે જેને શારીરિક નબળાઈનો સામનો કરવો પડે છે. આ નબળાઈ લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે. આજની દોડધામ ભરેલી જીવનશૈલી અને અનહેલ્ધી લાઇફ સ્ટાઇલના કારણે પુરુષોમાં સ્ટેમિના ઓછો થઈ જાય છે. પુરુષોનો ઓછો સ્ટેમિના લગ્નજીવનને ખરાબ કરી શકે છે. તેવામાં આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે પુરુષોમાં કુદરતી રીતે સ્ટેમિના વધારે છે. 

પુરુષોનો સ્ટેમિના વધારે છે આ વસ્તુઓ

અશ્વગંધા

અશ્વગંધા એવી ઔષધી છે જેનો ઉપયોગ અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યામાં થાય છે. ખાસ કરીને શુક્ર ધાતુ તેનાથી વધે છે. અશ્વગંધાનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોન બુસ્ટ થાય છે. ઝડપથી પરિણામ મેળવવા માટે અડધી ચમચી અશ્વગંધાના ચૂર્ણને દૂધ સાથે સવારે અને સાંજે લેવું.

સૂકા ખજૂર

સૂકા ખજૂરને દૂધમાં રાત્રે પલાળી સવારે તેને ઉકાળીને પીવાથી યૌન ઈચ્છા વધે છે. રોજ 100 ગ્રામ સૂકા ખજૂરનું સેવન કરવાથી યૌનશક્તિ વધે છે.

આમળા

આમળાનું સેવન કરવાથી આંખ અને વાળને ફાયદો થાય છે. સાથે જ જો લગ્નજીવનને સુધારવું હોય તો આમળા નિયમિત ખાવા જોઈએ. આમળાના ચૂર્ણને મધ સાથે મિક્સ કરી દિવસમાં બે વખત લઈ શકાય છે.

ડુંગળી અને લસણ

ડુંગળી અને લસણનું સેવન કરવાથી પણ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન વધે છે. દિવસની શરૂઆત બે કળી લસણ ખાઈને કરવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત સફેદ ડુંગળીનું સેવન કરવાથી પણ લાભ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news