આ વસ્તુ પીવાની આદત હોય તો બંધ કરી દેજો! નહીં તો ખાવા પડશે દવાખાનાના ધક્કા!

અમે તમને એ પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ભયજનક છે. માર્કેટમાં કેટલાક પ્રકારના પીણા મળે છે જે સ્વાદમાં ખૂબ સારા લાગે છે.આવા પીણા પીવાથી દૂર રહેવું જોઈએ. માર્કેટમાં એવા પીણા મળે છે કે જે પીને તમે રિફ્રેશમેન્ટ અનુભવો છો. લોકો વગર વિચારે આવા પીણાનું સેવન કરે છે પણ શું તમે જાણો છો કે આ પ્રકારના પીણા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.  

આ વસ્તુ પીવાની આદત હોય તો બંધ કરી દેજો! નહીં તો ખાવા પડશે દવાખાનાના ધક્કા!

નવી દિલ્લીઃ અમે તમને એ પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ભયજનક છે. માર્કેટમાં કેટલાક પ્રકારના પીણા મળે છે જે સ્વાદમાં ખૂબ સારા લાગે છે.આવા પીણા પીવાથી દૂર રહેવું જોઈએ. માર્કેટમાં એવા પીણા મળે છે કે જે પીને તમે રિફ્રેશમેન્ટ અનુભવો છો. લોકો વગર વિચારે આવા પીણાનું સેવન કરે છે પણ શું તમે જાણો છો કે આ પ્રકારના પીણા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.કોલ્ડ્રીંક અને સોડા:
એ તો તમે જાણો જ છો કે કોલ્ડ્રીંક અને સોડા આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતા છે. આ કોલ્ડ્રીંક અને સોડા તમને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે એ કદાચ તમે નહીં જાણતા હોવ. 1 ગ્લાસ કોલ્ડ્રીંક અને સોડા BMI અને વજન વધારી શકે છે. આ દાંતોને પણ નુકસાન પહોંચાડે છે. આ કોલ્ડ્રીંક અને સોડા પીવાથી શરીરમાં શુગર(SUGAR)નું પ્રમાણ વધારે છે. કોલ્ડ્રીંક અને સોડા પીવાથી એસીડીટીની તકલીફ પણ થાય છે.એનર્જી અને સ્પોર્ટ્સ પીણા:
આ પીણા તમારા BMIને વધારી શકે છે. આ પાણી પીવાથી તમને ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે. એક નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે એનર્જી જ્યૂસ લેવાવાળા લોકોમાં અન્ય નશીલી વસ્તુ લેવાનો ભય પણ વધી શકે છે.કોફી અને ચાઃ
વધુ પડતી ચા કે કોફી પીવાથી શરીરમાં આયર્ન ઓછું થઈ જાય છે જેથી ઉંઘ ઓછી આવે છે. ચા અને કોફીમાં કેફીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે હૃદય સંબંઘિત બિમારી થાય છે. જે લોકો ચા અને કોફી વધુ પ્રમાણમાં પીવે છે તે લોકોને ડાયાબિટીસ અને વજન વધવાની સમસ્યા રહે છે. શરદી, થાક લાગવો, મૂડ બદલાતો રહેવો, ઓછી એકાગ્રતા,ભૂખ ઓછી લાગવી, ઓછી યાદ શક્તિ, મૂંઝવણમાં રહેવું, બ્લડ પ્રેશર વધવા જોવી સમસ્યાઓ થઈ શકે છે.

કોરોનાકાળમાં લોકો ઈમ્યુનિટી પર ભાર મુકી રહ્યા છે. કોઈ પણ પ્રકારના પીણા પીતા પહેલા વિચાર કરે છે લોકો જીમ જોઈન્ટ કરી રહ્યા છે તેવામાં કયા પીણા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તે પણ તમારે જાણવું જરૂરી હતું. હા આ સિવાય કેટલાક પ્રકારના જ્યૂસ છે જે તમે પી શકો છો. સંતરા, સફરજનનો જ્યૂસ, અનાનસ અમે મીક્સ ફ્રૂટ જ્યૂસ એ તમારા માટે ખૂબ સારા છે કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે તમારે બહારના પીણા પીવાથી બચવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news