Sprouted Methi: ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલમાં દવાની જેમ જ અસર કરશે ફણગાવેલી મેથી, ફાયદા જાણી તમે પણ ખાવા લાગશો

Sprouted Fenugreek: ફણગાવેલી મેથી પોષકતત્વોથી ભરપુર હોય છે. સુકી મેથી કરતાં પણ વધારે ફાયદો ફણગાવેલી મેથી કરે છે. જો તમે રોજ 1 ચમચી ફણગાવેલી મેથી ખાવ છો તો તમને ચોંકાવનારા ફાયદા થવા લાગે છે.

Sprouted Methi: ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલમાં દવાની જેમ જ અસર કરશે ફણગાવેલી મેથી, ફાયદા જાણી તમે પણ ખાવા લાગશો

Sprouted Fenugreek: ફણગાવેલી મેથી દેખાવમાં નાની લાગે છે પરંતુ આ નાના દાણા સ્વાસ્થ્યને ઉત્તમ ફળ પ્રદાન કરે છે. મેથીનો ઉપયોગ વર્ષોથી ભારતમાં આયુર્વેદમાં કરવામાં આવે છે. મેથીના દાણાને પાણીમાં પલાળી પછી તેને થોડા કલાક ઢાંકીને રાખવાથી તે અંકુરિત થઈ જાય છે. મેથી જ્યારે અંકુરિત થઈ જાય છે તો તેમાં પોષક તત્વની માત્રા પણ વધી જાય છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક બની જાય છે. 

ફણગાવેલી મેથીમાં પ્રોટીન, ફાઇબર, વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવેલી મેથી જો નિયમિત ખાવામાં આવે તો શરીરને એટલા ફાયદા થાય છે કે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. ખાસ કરીને શરીરને કેટલીક ગંભીર સમસ્યાઓમાં ફણગાવેલી મેથી ખૂબ જ ફાયદો કરે છે. 

ફણગાવેલી મેથી ખાવાના ફાયદા 

- રોજ ફણગાવેલી મેથી ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. નિયમિત એક ચમચી ફણગાવેલી મેથી ખાઈ લેવામાં આવે તો ઇન્સ્યુલિન સેન્સેટિવિટી વધી જાય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. 

- ફણગાવેલી મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે. તેનાથી કબજિયાતથી રાહત મળે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે. 

- ફણગાવેલી મેથીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. 

- ફણગાવેલી મેથીમાં કેલેરી ઓછી અને ફાઇબર વધારે હોય છે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

- ફણગાવેલી મેથીમાં વિટામિન અને ખનીજ હોય છે જે ત્વચાને પણ ચમકદાર બનાવે છે.. ફણગાવેલી મેથી ખાવાથી વાળનો ગ્રોથ પણ સુધરે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.

ક્યારે ખાવી ફણગાવેલી મેથી ?

ફણગાવેલી મેથી તમે સવારના સમયે ખાવ છો તો તે સૌથી વધુ ફાયદો કરે છે. સવારે ખાલી પેટ ફણગાવેલી મેથી ખાઈ શકાય છે આ સિવાય તમે નાસ્તાની વસ્તુઓ સાથે કે રોટલી પરોઠા સાથે પણ ફણગાવેલી મેથી ખાઈ શકો છો. ટૂંકમાં કહીએ તો ફણગાવેલી મેથીને દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય છે પરંતુ જો ખાલી પેટ લેશો તો તેનાથી ફાયદો ઝડપથી થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news