Cough Remedy: દિવસ કરતાં વધારે ઉધરસ રાત્રે આવે છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપાય, ઉધરસથી મળશે તુરંત રાહત
Cough Remedy: રાત્રે પથારીમાં સુતાની સાથે જ ઉધરસ શરૂ થઈ જાય છે. આ રીતે આવતી ઉધરસને કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી મટાડી શકાય છે. આજે તમને ઉધરસ મટાડતા કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. આ ઉપાય કરવામાં ખૂબ જ સરળ છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તેથી કોઈ પણ વ્યક્તિ તેને ટ્રાય કરી શકે છે.
Trending Photos
Cough Remedy: વરસાદી વાતાવરણના કારણે રાજ્યભરમાં શરદી, ઉધરસ અને તાવના કેસ સતત વધી રહ્યા છે. શરદી અને તાવ તો દવા કર્યા પછી મટી પણ જાય છે. પરંતુ જો ઉધરસ થઈ જાય તો દિવસો સુધી મટતી નથી. ઘણી વખત એવું પણ થાય છે કે રાત્રે અચાનક જ ઉધરસ શરૂ થઈ જાય અને તેના કારણે ઊંઘ પણ બગડે છે.
ઘણા લોકો એવા હોય છે જેમને દિવસ કરતા વધારે ઉધરસ રાત્રે આવે છે. રાત્રે પથારીમાં સુતાની સાથે જ ઉધરસ શરૂ થઈ જાય છે. આ રીતે આવતી ઉધરસને કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી મટાડી શકાય છે. આજે તમને ઉધરસ મટાડતા કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. આ ઉપાય કરવામાં ખૂબ જ સરળ છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તેથી કોઈ પણ વ્યક્તિ તેને ટ્રાય કરી શકે છે.
ઉધરસ મટાડવાના ઘરેલુ ઉપાય
1. ગળામાં થતી બળતરા અને ખંજવાળને શાંત કરવા માટે અને ઉધરસ મટાડવા માટે મધ પીવું જોઈએ. જો ઉધરસ થઈ ગઈ હોય અને રાત્રે જ ઉધરસ વધારે આવતી હોય તો સુતા પહેલા એક ચમચી મધ પી લેવું. તેનાથી ઉધરસથી રાહત મળશે. મધ પીધા પછી પાણી પીવું નહીં.
2. આદુમાં એન્ટી ઇન્ફોમેટ્રી ગુણ હોય છે જે ગળામાં આવેલા સોજાને દૂર કરવામાં મદદ કરે છે. આદુની ચા પીવાથી ઉધરસ અને ગળામાં થતી સમસ્યાથી રાહત મળે છે.
3. લસણ એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. ઉધરસ થઈ ગઈ હોય તો લસણની કળીને ચાવીને ખાઈ લેવી અથવા તો લસણને પાણીમાં ઉકાળી તેની ચા બનાવી પી લેવી.
4. હળદરમાં કર્કયુમીન નામનું તત્વ હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેટરી એજન્ટ છે. ઉધરસ માટે હળદર રામબાણ ઈલાજ સાબિત થાય છે. ઉધરસ થઈ ગઈ હોય તો હળદરવાળું ગરમ દૂધ પીવું જોઈએ. તેનાથી ગળામાં આવેલો સોજો ઉતરે છે અને ઉધરસમાં આરામ રહે છે.
5. ઉધરસ થઈ ગઈ હોય તો દિવસમાં ત્રણથી ચાર વખત હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરવા જોઈએ.
6. સ્ટીમ લેવાથી પણ નાક અને ગળામાં જામેલો કફ છૂટો પડે છે. જેના કારણે ઉધરસથી પણ રાહત મળે છે. સ્ટીમ લેવાના પાણીમાં નિલગીરીનું તેલ ઉમેરી દેવું. તેનાથી ઝડપથી આરામ મળશે.
7. વાતાવરણના કારણે શરદી ઉધરસ થઈ ગયા હોય તો પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાનું રાખો. સાથે જ દિવસ દરમિયાન પૂર્તિ માત્રામાં પાણી પીવું જેથી શરીર હાઇડ્રેટ રહે અને કફ પાતળો થાય જેના કારણે તે ઝડપથી શરીરમાંથી નીકળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે