Shah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાના

Shah Rukh Khan Operation: શાહરૂખ ખાનની આંખની સર્જરી 29 જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે. 

Shah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાના

Shah Rukh Khan Operation: 58 વર્ષીય શાહરુખ ખાનના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર શાહરુખ ખાનને આંખમાં સમસ્યા થતાં તેની સર્જરી કરાવી પડી હતી. જોકે મુંબઈમાં થયેલી આ સર્જરી ખરાબ થઈ જતા શાહરુખ ખાનને તાત્કાલિક અમેરિકા લઈ જવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની આંખની સર્જરી 29 જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે. 

રિપોર્ટ્સ અનુસાર 30 જુલાઈએ શાહરુખ ખાન અમેરિકા જવા રવાના થયો હતો. શાહરુખ ખાનને આંખમાં મોતિયો છે જેના કારણે બંને આંખમાં સમસ્યા થઈ રહી હતી. તેણે એક આંખની ટ્રીટમેન્ટ ભારતમાં કરાવી પરંતુ બીજી ટ્રીટમેન્ટ યુએસમાં કરાવવા માટે નીકળી ગયો છે. કારણ કે મુંબઈમાં થયેલી ટ્રીટમેન્ટ બરાબર ન હતી. 

એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે શાહરુખ ખાનને બંને આંખમાં મોતિયો થયો છે. જેના કારણે તેની આંખની સર્જરી કરવી પડે તેમ છે. જોકે આ વાતની પુષ્ટિ શાહરુખ ખાન કે તેની ટીમ તરફથી કરવામાં નથી આવી. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન પહેલા રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં શાહરુખ ખાનને પોતાની આંખની સારવાર કરાવી હતી. ત્યાર પછી 29 જુલાઈએ મુંબઈમાં જ તેની આંખની સર્જરી થઈ હતી. 

જોકે આ અંગે શાહરુખ ખાન તરફથી કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. તાજેતરમાં જ શાહરુખ ખાન તેના પરિવાર સાથે ફરાહ ખાનના ઘરે જોવા મળ્યો હતો. ફરાહ ખાનની માતાનું નિધન થતાં શાહરુખ ખાન તેના પરિવાર સાથે ફરાહ ખાનને મળવા પહોંચ્યો હતો. 

શાહરુખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ તે પોતાના બાળકોના પ્રોજેક્ટમાં બીજી છે. જેમાં શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ કિંગનો સમાવેશ થાય છે. શાહરુખ ખાન છેલ્લે વર્ષ 2023 માં ડંકી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news