આવી રોટલી કે ભાખરી બને શકે છે તમારી મોતનું કારણ! શું તમે પણ ફ્રીજમાં મુકો છો લોટ?
સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે.
Trending Photos
અમદાવાદ : સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે.
જો કે કદાચ જ આપને ખબર હશે કે બાંધેલો લોટ(ગુંદેલો લોટ) જો ફ્રીજમાં મુકવામાં આવે તો તે તમારા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હા તમે સાચુ વિચારી રહ્યા છો કે અમે તો આવું વર્ષોથી કરીએ છીએ. પરંતુ જણાવીએ કે ફ્રિઝમાં મુકેલ લોટ સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે.
વૈજ્ઞાનિક તથ્ય-
નિષ્ણાંતોનું કહેવું છે કે જેવો લોટમાં પાણી ઉમેરો છો તે સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. એવું એટલા માટે કહેવાય છે કારણ કે ઘણા એવા રાસાયણીક પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. લોટ જ્યારે પણ ફ્રિઝમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીઝમાં રહેલા હાનિકારક કિરણો તેમાં મળી જાય છે. જેના કારણે ફ્રિઝમાં મુકેલ લોટ અનેક પ્રકારે બિમારીઓનો ખતરો પેદા કરે છે.
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદમાં પણ ફ્રિઝમાં મુકેલા લોટનો ઉપયોગ નહી કરવા જણાવાયું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તો તાજો જ લોટ બાંધીને બનાવો. ફ્રિઝમાં મુકેલ લોટનો ઉપયોગ ન કરો. ફ્રિઝમાંજે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે અને તેનો સ્વાત તાજા લોટથી ખુબ જ અલગ હોય છે.
ધાર્મિક કારણ-
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસી ભોજન પ્રેત ભોજન સમાન છે. તે ઉપરાંત ગણા લોકો તેમ પણ કહે છે જ્યારે પણ ફ્રીઝમાં વધેલો લોટ મુકો છો તો તે પિંડ સમાન થઇ જાય છે. ત્યાર બાદ આ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. માણસ જો આ ભોજન કરે તો તે પણ પ્રેત સમાન થઇ જાય છે. તે ઘરમાં હંમેશા આળશ અને રોગનો વાસ રહે છે.
અત્રે ઉલ્લે્ખનીય છે કે, ઘણા લોકોને ગેસની પરેશાની પણ વાસી લોટનાં કારણે થઇ શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે સમયે તમારી રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધો અને તાજી રોટલી જ હંમેશા ખાવી તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે