Health Tips: સવારે ઉઠીને ચા-કૉફી નહીં, પીઓ આ ખાસ પાણી, છે રામબાણ ઈલાજ

સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે મોર્નિંગ રૂટિન મહત્વનો ભાગ ભજવે છે. જો તમારી સવારની શરૂઆત સારી થઈ તો સમજી લો કે આખો દિવસ સારો ગયો. એમાં પણ જો સવારમાં એક ખાસ મીઠાવાળું પાણી પીવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થઈ શકે છે.

Health Tips: સવારે ઉઠીને ચા-કૉફી નહીં, પીઓ આ ખાસ પાણી, છે રામબાણ ઈલાજ

ઝી બ્યૂરો, અમદાવાદઃ સવારે ઉઠીને પાણીને પીવાની અનેક લોકોને આદત હોય છે. આ દિવસની શરૂઆત કરવાનો સૌથી સારો ઉપાય છે. સામાન્ય રીતે લોકો મધ કે લીંબુ સાથે ગરમ પાણી, ચા, કૉફી કે દૂધ પીવાનું પસંદ કરે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે જ. પરંતુ આજે અમે તમને એક એવા પીણા વિશે જણાવવા જઈ રહ્યા છે જે સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે છે હિમાલયન સૉલ્ટ.

હિમાલયન સૉલ્ટ એક પ્રકારનું નમક જ છે, જે અન્ય નમક કરતા સારું છે. એવું માનવામાં આવે છે કે હિમાલયન સૉલ્ટ તમારા શરીરને સકારાત્મક ઊર્જા આપે છે. કારણ કે તેને પાણીમાં ભેળવીને પીવામાં આવે છે એટલે તેને હિમાલયન સૉલ્ટ વૉટર કહેવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો તમે નિયમિત રૂપથી તેને પીવાનું શરૂ કરો તો, તમારા પોષક તત્વોના સ્તરમાં વધારો થશે. જણાવી દઈએ કે 1.5 ગ્રામ પાણીમાં 18 ટકા સોડિયમ હોય છે. આ આર્ટિકલમાં આજે જાણીશું શું છે હિમાલયન સૉલ્ટ વૉટર પીવાના ફાયદા.

હિમાલયન નમકને ધરતી પરનું સૌથી શુદ્ધ નમક માનવામાં આવે છે. ગુલાબી દેખાતું આ નમક હિમાલયની તળેટી અને પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. તેનું ખનન કરવામાં આવે છે અને બાદમાં હાથથી ધોવામાં આવે છે. જે થોડું થોડું ટેબલ સૉલ્ટ જેવું હોય છે. હિમાલયન નમકમાં આયોડિન પર્યાપ્ત માત્રામાં હોય છે. જો તમારે તેના ગુણોનો અનુભવ કરવો હોય તો, સૌથી સારો વિકલ્પ છે તેને પાણીમાં ભેળવીને પીવાનું શરૂ કરી દો.

શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ એટલે કે એ તરલ પદાર્થ જે સંતુલન જાળવવામાં મદદ કરે છે, તેનું જો અસંતુલન થાય તો માંસપેશીઓમાં ખેંચાણ અને માથાનો દુઃખાવો થાય છે. હિમાલયન નમકમાં રહેલા સોડિયમની સાથે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો માંસપેશીઓના સંકોચનનો સામનો કરવામાં મદદ કરે છે. સાથે મેગ્નેશિયમના કારણે માથાના દુખાવામાં રાહત મળે છે.

પાચનમાં સુધારા માટે પણ હિમાલયન નમકનું પાણી લાભકારી છે. આ પાચનમાં મદદ કરતા ઉત્સકોને ઉત્તેજિક કરે છે. સાથે જ પેટમાં હાઈડ્રો ક્લોરિક એસિડના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. જેનાથી ભોજન સરળતાથી પચે છે. આનાથી આપણા શરીરમાં સારું પોષણ અને મિનરલ્સની પૂર્તિનો સારો ઉપાય છે.

સાથે જ શરીરને હાઈડ્રેટ રાખવામાં હિમાલયન સૉલ્ટ વૉટર ખૂબ જ ઉપયોગી છે. જે શરીરમાં ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. સાથે સારી ઊંઘમાં મદદ કરે છે. જે લોકોને વજન ઘટાડવું છે એવા લોકો માટે આ પાણી ખૂબ જ મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news