ઉત્તરાયણમાં તલના લાડુ, ચીકી ખાવાનું છે ખાસ મહત્વ, જાણો કારણ
Trending Photos
14મી જાન્યુઆરીએ રાતે 7.52 કલાકે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે મકર સંક્રાંતિનો પુણ્યકાળ 14 જાન્યુઆરીના રોજ બપોરે 1.28થી બીજા દિવસે 15 જાન્યુઆરીના રોજ સવારે 11.52 વાગ્યા સુધી રહેશે. આ દિવસે દાન, પુણ્ય કરવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી 100 ગણું ફળ મળે છે. ભગવાન સૂર્યદેવ ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશે છે. અને સૂર્યની ઉત્તરાયણ ગતિ શરૂ થાય છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી ખાવાથી કષ્ટકારી ગ્રહોથી છૂટકારો મળે છે તેમ પણ કહેવાય છે. ઉત્તરાયણના દિવસે તલના સેવન પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ છે અને તે સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે.
તલથી શરીરનું તાપમાન રહે છે નિયંત્રણમાં, તણાવ દૂર થાય છે
આપણા ધર્મ શાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિનો સ્વામિ શનિ દેવ છે જે સૂર્ય પુત્ર હોવા છતાં સૂર્ય માટે શત્રુભાવ રાખે છે. આથી શનિદેવના ઘરમાં સૂર્યની ઉપસ્થિતિ દરમનયાન શનિ તેમને કષ્ટ ન આપે એટલા માટે તલનું દાન અને સેવન મકર સંક્રાંતિમાં કરાય છે. એવી પણ માન્યતા છે કે આ માસમાં જે રોજ ભગવાન વિષ્ણુની પૂજા તલથી કરે તેના તમામ કષ્ટ દૂર થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તલનું સેવન લાભદાયક છે.
આ છે ફાયદા
જો વૈજ્ઞાનિક આધારની વાત કરીએ તો તલના સેવનથી શરીરમાં ગરમાવો રહે છે અને તેના તેલથી શરીરને મોઈશ્ચર મળે છે. ઠંડીમાં શરીરનું તાપમાન ઘટી જાય છે. બહારનું વાતાવરણ પણ ખુબ ઠંડુ હોય છે. આવામાં બહારના તાપમાન અને અંદરના તાપમાનને જાળવી રાખવાનું કપરું બને છે. બેલેન્સ કરવું પડે છે. તલ અને ગોળ બંને ગરમ પ્રકૃતિના છે. તેના સેવનથી શરીર ગરમ થાય છે. આથી ઉત્તરાયણમાં આ વસ્તુઓનું સેવન કરવામાં આવે છે.
આ ઉપરાંત તલમાં કોપર, મેગ્નેશિયમ, ટ્રાઈયોફાન, આર્યન, મેંગ્નીઝ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, વિટામીન બી 1 અને ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે. એક ચતુર્થાંશ કપ કે 36 ગ્રામ તલના બીજમાંથી 206 કેલેરી મળે છે. તલમાં એન્ટીએક્સિડેન્ટના ગુણ પણ છે. તલ શરીરમાં રહેલા જીવાણુઓ અને કીટાણુઓનો નાશ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે