Flaxseed: ડાયટમાં સામેલ કરો અળસીની પૌષ્ટિક ચટણી, કબજિયાત અને કોલેસ્ટ્રોલની સમસ્યાથી મળશે રાહત

Flaxseed Chutney: અળસીની ચટણી બનાવીને ખાવાથી પણ ફાયદો થાય છે. અળસીની તાસીર ગરમ હોય છે તેવામાં જો તમે ચટણી તરીકે અળસીનું સેવન કરો છો તો તેનાથી નુકસાન પણ થતું નથી અને ફાયદા મળે છે. 

Flaxseed: ડાયટમાં સામેલ કરો અળસીની પૌષ્ટિક ચટણી, કબજિયાત અને કોલેસ્ટ્રોલની સમસ્યાથી મળશે રાહત

Flaxseed Chutney: અળસી ગુણોનો ભંડાર છે. અળસીથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. અળસીના બીજમાં એન્ટિઓક્સિડન્ટ, ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો હોય છે. અળસી શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં પ્રભાવી છે. અળસીનો સમાવેશ જો તમે ઉનાળા દરમિયાન ડાયટમાં કરવા માંગતા હોય તો તેને ચટણી તરીકે ખાઈ શકો છો. અળસીની ચટણી બનાવીને ખાવાથી પણ ફાયદો થાય છે. અળસીની તાસીર ગરમ હોય છે તેવામાં જો તમે ચટણી તરીકે અળસીનું સેવન કરો છો તો તેનાથી નુકસાન પણ થતું નથી અને ફાયદા મળે છે. 

અળસીની ચટણી માટેની સામગ્રી 

બે થી ત્રણ ચમચી અળસીના બી 
એક કપ દહીં 
એક લીલું મરચું 
એક ઇંચ આદુનો ટુકડો 
એક ચમચી જીરું 
સ્વાદ પ્રમાણે મીઠું 
લીલા ધાણા 

અળસીની ચટણી બનાવવાની રીત 

સૌથી પહેલા અળસીને રાત્રે પાણીમાં પલાળી લેવી. બીજા દિવસે સવારે દહીં સિવાયની અળસી સહિતની સામગ્રીને મિક્સર જારમાં લઈ પીસી લો. ત્યાર પછી આ પેસ્ટને દહીંમાં ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર કરેલી અળસીની ચટણીને તમે રોટલી, પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો. 

અળસીની ચટણી ખાવાથી થતા ફાયદા 

- જો નિયમિત રીતે તમે અળસીની ચટણીને ભોજન સાથે લેવાનું રાખો છો તો તેનાથી બેડ કોલેસ્ટ્રોલ થી લઈને બ્લડ પ્રેશર ની સમસ્યામાં રાહત થાય છે. અળસીનું આ રીતે સેવન કરવાથી બ્લડ ક્લોટિંગ ની સમસ્યા પણ ઘટે છે. તેનાથી હાર્ટની હેલ્થ સુધરે છે.

- અળસીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જો તમે અળસીની ચટણીનું સેવન કરો છો તો ભોજનની પાચનની ક્રિયા સારી રીતે થાય છે. ભોજન સારી રીતે પચવાથી કબજિયાતની મટે છે અને મળ ત્યાગ સરળતાથી થાય છે. 

- શરીરના વધતા વજનને કંટ્રોલ કરવામાં પણ અળસીની ચટણી ફાયદો કરે છે. જો તમે સવારે નાસ્તામાં અળસીની ચટણીનું સેવન કરો છો તો કલાકો સુધી ભૂખ લાગતી નથી અને તમે ઓવર ઇટીંગ કરતાં નથી પરિણામે વજન ઘટવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news