Mucormycosis શું છે? કેવી રીતે થાય છે? શું સાવચેતી રાખવી? આ બીમારીથી બચવાનો શું છે ઉપાય
મ્યુકોરમાયકોસીસ શું છે? કેવી રીતે થાય છે? શું સાવચેતી રાખવી? આ બીમારીથી બચવાનો શું છે ઉપાય? અને સવાલો હાલ લોકોને મુંજવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે આપણે વિગતવાર આના વિશે જાણવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્લીઃ મ્યુકોરમાયકોસીસ શું છે? કેવી રીતે થાય છે? શું સાવચેતી રાખવી? આ બીમારીથી બચવાનો શું છે ઉપાય? અને સવાલો હાલ લોકોને મુંજવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે આપણે વિગતવાર આના વિશે જાણવાની જરૂર છે. મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) અથવા બ્લેક ફંગસ એ ફુગના ચેપથી થતી એક બીમારી છે.
કેવી રીતે થાય છે આ બીમારી?
મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) એક એવી બીમારી છે જેને કારણે દર્દીને અસહ્ય દર્દ સહન કરવું પડે છે. દર્દીઓ પોતાની આસપાસના માહોલમાં ફુગના બીજકણોના સંસર્ગમાં આવે તેમને મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) થઇ શકે છે. કોઇપણ ઘા, છોલાયેલી જગ્યા, દાઝેલી જગ્યા અથવા ત્વચામાં કોઇપણ પ્રકારના અન્ય કાપામાંથી ફુગ ત્વચાની અંદર પ્રવેશ કરે તે પછી આ સમસ્યા ત્વચામાં વધે છે.
ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS
બીમારીના લક્ષણોઃ
મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) આપણા કપાળની પાછળના ભાગે, નાક, ગલોફા અને આંખોની વચ્ચે તેમજ દાંતમાં આવેલા વાયુકોષોમાં ત્વચાના ચેપ તરીકે ફેલાવાનું શરૂ થાય છે. ત્યારબાદ તે, આંખો, ફેફસા સુધી પ્રસરે છે અને મગજ સુધી પણ ફેલાઇ શકે છે. તેના કારણે નાક પર કાળા ડાઘા થવા અથવા રંગ ફિક્કો પડી જવો, આંખોમાં ઝાંખપ અથવા ડબલ દેખાવું, છાતીમાં પીડા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસમાં લોહી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે.
ખાસ કોને થાય છે આ બીમારી?
આ બીમારી મુખ્યત્વે એવા લોકોમાં જોવા મળે છે જેઓ કોવિડ-19માંથી સાજા થઇ રહ્યાં હોય અથવા સાજા થઇ ગયા હોય. વધુમાં, ડાયાબિટીસની તકલીફ ધરાવતી કોઇપણ વ્યક્તિ અને જેમનું રોગ પ્રતિકારકતંત્ર સારી રીતે કામ ના કરતું હોય તેમને આની સામે રક્ષણ મેળવવું જરૂરી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઇઝરી અનુસાર, કોવિડ-19ના દર્દીઓમાં નીચે ઉલ્લેખ કરેલી સ્થિતિમાં મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) નો ચેપ લાગવાનું જોખમ રહે છે.
મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન
લોકોને છે સૌથી વધારે જોખમઃ
1) કોરોનાથી સજા થયેલાં દર્દીઓ
2) લાંબા સમય સુધી ICU રહ્યાં હોય તેવા દર્દીઓ
3) ડાયબિટિસની સમસ્યા ધરાવતા લોકો
4) કેન્સરના પેશન્ટ
5) જેની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી હોય
6) સતત હોસ્પિટલમાં રહેવાનું થતું હોય
7) દર્દીઓના સગા, જે દર્દીની સાથે જ રહેતાં હોય
કોરોના સાથે આ નવી બીમારીને શું સંબંધ છે?
આ બીમારી મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) તરીકે ઓળખાતા સુક્ષ્મ જીવાણુંઓના સમૂહ દ્વારા થાય છે જે કુદરતી રીતે પર્યાવરણમાં હોય છે અને મોટાભાગે માટી તેમજ પાંદડા, ઉકરડા અને કચરાના ઢગલા જેવી જૈવવિઘટન (સડો) થતી જગ્યાઓ પર જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં, આપણા શરીરનું રોગ પ્રતિકારકતંત્ર સફળતાપૂર્વક આવા ફુગથી થતા ચેપ સામે લડી શકે છે. જોકે, આપણે જાણીએ છીએ કે, કોવિડ-19 આપણી રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે. વધુમાં, કોવિડ-19ના દર્દીઓની સારવારમાં ડેક્સામેથાસોન જેવી દવાઓ સામેલ હોય છે, જે આપણા રોગ પ્રતિકારકતંત્રને નબળું પાડી દે છે. આ પરિબળોના કારણે, કોવિડ-19ના દર્દીઓમાં મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) જેવા જીવાણુંઓના કારણે થતી આ બીમારી સામે લડવાનું નવું જોખમ ઉભું થયું છે.
Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણવા જેવી છે પડદા પાછળની કહાની
મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) ને કેવી રીતે રોકી શકાય?
ICMRના સૂચન અનુસાર આને રોકવા માટે સૌથી મોટી એક રીત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની છે. આથી, કોવિડ-19ના જે દર્દીઓને ડાયાબિટીસ હોય તેમને સૌથી વધારે કાળજી લેવી જરૂરી છે. જાતે દવા લેવાથી તેમજ સ્ટીરોઇડ્સના અન્ય ડોઝ લેવાથી પણ તે પ્રાણઘાતક પૂરવાર થઇ શકે છે માટે ડૉક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. સ્ટીરોઇડ્સના અનુચિત ઉપયોગના કારણે થતી વિપરિત અસરો અંગે વાત કરતા નીતી આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલે જણાવ્યું હતું કે: “કોવિડ-19ના પ્રારંભિક તબક્કામાં ક્યારેય સ્ટીરોઇડ્સ લેવા જોઇએ નહીં. માત્ર છ દિવસના ચેપ પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. દર્દીએ ફક્ત યોગ્ય માત્રામાં જ દવા લેવી જોઇએઅને ડૉક્ટરની સુચના અનુસાર ચોક્કસ દિવસના ક્રમ અનુસાર દવા લેવી જોઇએ. દવાઓની આડઅસરથી બચવા માટે દવાઓનો ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરવો જોઇએ.”
અહીં થાય છે મૃતકો સાથે લગ્ન! Photos જોઈને તમે પણ ચોંકી જશો, સરકાર પોતે આપે છે મંજૂરી
કેવી રીતે તેની સારવાર થઇ શકે?
આ ચેપની શરૂઆત ફક્ત ત્વચાના ચેપથી થાય છે અને આગળ જતા તે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આની સારવારમાં તમામ નિર્જીવ અને ચેપગ્રસ્ત પેશીઓને સર્જિકલ ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે. કેટલાક કિસ્સામાં, આના કારણે દર્દીઓ ઉપલું જડબું અથવા આંખ પણ ગુમાવી શકે છે. આની સારવારમાં 4-6 અઠવાડિયાનો કોર્સ સામેલ હોય છે જેમાં ઇન્ટ્રાવેનસ એન્ટી-ફંગલ ઉપચાર કરવામાં આવે છે. તે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે માટે, સારવારમાં માઇક્રોબાયોલોજિસ્ટ્સ, આંતરિક મેડિસિન નિષ્ણાંત, ઇન્ટેન્સિવિસ્ટ ન્યૂરોલોજિસ્ટ્સ, ENT નિષ્ણાતો, નેત્ર ચિકિત્સકો, દંત ચિકિત્સકો, સર્જન અને અન્ય નિષ્ણાતોની ટીમની જરૂર પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે