Eye Infection: આંખ આવી હોય ત્યારે ન કરવું આ કામ, કરશો તો થઈ જશો આંધળા, તુરંત કરો ડોક્ટરનો સંપર્ક
Eye Infection: આંખ આવવાની સમસ્યા નાના બાળકોથી લઈને દરેક ઉંમરના વ્યક્તિમાં જોવા મળી રહી છે. આ એક ચેપી રોગ છે. જે વ્યક્તિની આંખ આવી હોય તેના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ આ સમસ્યા થઈ શકે છે. ડોક્ટરો અનુસાર આ બીમારી થાય પછી બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે.
Trending Photos
Eye Infection: ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં આંખના ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખ આવવાની સમસ્યા નાના બાળકોથી લઈને દરેક ઉંમરના વ્યક્તિમાં જોવા મળી રહી છે. આ એક ચેપી રોગ છે. જે વ્યક્તિની આંખ આવી હોય તેના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ આ સમસ્યા થઈ શકે છે. ડોક્ટરો અનુસાર આ બીમારી થાય પછી બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે. તેવામાં ડોક્ટરો પણ સલાહ આપે છે કે આ બીમારીના લક્ષણ જણાય તો તુરંત જ નિષ્ણાત નો સંપર્ક કરવો.
આ પણ વાંચો:
આઈ ફ્લૂના લક્ષણ
આંખ લાલ થઈ જવી
આંખમાંથી સતત પાણી નીકળવું
આંખમાં ખંજવાળ અને દુખાવો થવો
આંખમાં સફેદ ચીકણું પ્રવાહી બનવું
આંખ સોજી જવી
કેવી રીતે ફેલાય છે આંખનું ઇન્ફેક્શન
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આંખનું ઇન્ફેક્શન એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાય છે. જે વ્યક્તિને આંખ આવી હોય તેની આંખમાં આંખ મિલાવવાથી પણ આ બીમારી થઈ શકે છે. પહેલા આ સમસ્યા એક આંખમાં થાય છે અને પછી બીજી આંખમાં પણ થઈ જાય છે. જે વ્યક્તિને આંખ આવી હોય તે વ્યક્તિના રૂમાલ રૂવાલ કે કપડા નો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા બીજી વ્યક્તિને થઈ શકે છે.
આ પણ વાંચો:
આંખ આવે તો આ સાવધાની રાખો
- જો કોઈ વ્યક્તિને આંખ આવે તો તેણે વારંવાર આંખને અડવું જોઈએ નહીં. સાથે જ વ્યક્તિએ કાળા ચશ્મા પહેરવા જેથી અન્ય વ્યક્તિ સુધી આ બીમારી ન ફેલાય.
- આંખની સફાઈ કરવા માટે ખરાબ કપડાનો ઉપયોગ ન કરવો. આંખ આવી હોય તે વ્યક્તિએ ટીવી કે મોબાઈલ નો ઉપયોગ ટાળવો.
- જો આંખને સાફ કરો તો પછી હાથ સાબુથી ધોવાનું રાખો. આંખને સાફ કરવામાં હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.
- જે વ્યક્તિને આંખ આવી હોય તે વ્યક્તિ સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ ન બનાવો.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આમ તો આંખ આવવી એ ગંભીર સમસ્યા નથી. પરંતુ જો બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે આંખને ગંભીર નુકસાન થઈ શકે છે. આંખ આવી હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો અંધાપો પણ આવી શકે છે. આંખ આવે એટલે એક થી બે અઠવાડિયામાં તે મટી જાય છે પરંતુ તે સમય દરમિયાન ડોક્ટર નો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે