Mangoes: "કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.." જાણો આ વાત સાચી કે ખોટી
Mangoes: કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર વધી જાય, કેરી ખાવાથી વજન વધી જાય છે... આ પ્રકારની માન્યતાઓ લોકોના મનમાં હોય છે. જો તમે કેરી ખાવાના શોખીન છો તો આજે તમને આ વાતમાં કેટલું સત્ય છે તે જણાવી દઈએ અને સાથે જ જણાવીએ કે દિવસમાં કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ.
Trending Photos
Mangoes: ઉનાળાની શરુઆત થાય એટલે ઘરે ઘરમાં કેરી આવવા લાગે. કેરીને ફળોનો રાજા કહેવાય છે. તેનો સ્વાદ અને સુગંધ કોઈપણના મોંમાં પાણી લાવી શકે છે. આખા વર્ષ દરમિયાન માત્ર ઉનાળામાં જ કેરી ખાવા મળે છે. તેથી આ સિઝનમાં લોકો પેટભરીને કેરી ખાવાનો આગ્રહ રાખે છે. પરંતુ કેરી ખાવાથી શરીર પર થતી અસરોને લઈને જે માન્યતાઓ છે તેના કારણે કેરીના શોખીનો તેને ખાતા પહેલા ચિંતામાં પડી જાય છે. હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે. લોકો ધૂમ કેરી ખાય છે.
કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર વધી જાય, કેરી ખાવાથી વજન વધી જાય છે... આ પ્રકારની માન્યતાઓ લોકોના મનમાં હોય છે. જો તમે કેરી ખાવાના શોખીન છો તો આજે તમને આ વાતમાં કેટલું સત્ય છે તે જણાવી દઈએ અને સાથે જ જણાવીએ કે દિવસમાં કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ.
કેરી ખાવાથી બ્લડ શુગર વધી જાય...?
કેરીને લઈને આ એક ગેરસમજ છે. લોકો માને છે કે તેમાં શુગર વધારે હોય છે અને તેને ખાવાથી અચાનક બ્લડ શુગર વધી જાય છે. ડાયાબિટીસ હોય તેમના પર તો કેરી ખાવાનો પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. પરંતુ આવું કરવાની જરૂર નથી. ડાયાબિટીસમાં પણ કેરી ખાઈ શકાય છે. કેરીમાં નેચરલ શુગર વધારે હોય છે જેમાં ગ્લૂકોઝ અને ફ્રુક્ટોસ હોય છે. પરંતુ તેનું જીઆઈ 51 હોય છે. જેના કારણે કેરી ખાવાથી અચાનક બ્લડ શુગર વધતું નથી. ધીરે ધીરે વધે છે.
એક રિસર્ચ અનુસાર તો કેરી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં ફાયદો થાય છે. વધારે વજન અને ડાયાબિટીસ ધરાવતા કેટલાક લોકો પર 12 સપ્તાહ સુધી આ અધ્યયન કરવામાં આવ્યું હતું. તેમને ડાયટમાં કેરી પણ આપવામાં આવી હતી. સંશોધન પછી સાબિત થયું કે કેરી ખાવાથી બ્લડ શુગર લેવલ અને ઈંસુલિન સેંસિટિવિટીમાં સુધારો થયો. એટલે કે બ્લડ શુગર કંટ્રોલ કરવા માટેની બેલેન્સ ડાયટમાં કેરીનો સમાવેશ કરી શકાય છે.
કેરી ખાવાથી વજન વધે...?
ઘણા લોકોના મનમાં આ માન્યતા પણ હોય છે. કેરીમાં શુગરનું પ્રમાણ કુદરતી રીતે વધુ હોય છે પરંતુ કેલેરીની વાત કરીએ તો કેરીનું સેવન કરવામાં બેલેન્સ રાખવું જરૂરી છે. અન્ય ફળની સરખામણીમાં કેરીમાં કેલેરી ઓછી હોય છે. એક મધ્યમ આકારની કેરીમાં 150 કેલેરી હોય છે. જે એક પૌષ્ટિક અને સંતોષજનક બ્લેકફાસ્ટનો સારો વિકલ્પ છે.
કેરીના પોષકતત્વો
કેરીના પોષકતત્વોની વાત કરીએ તો તે ડાયટરી ફાઈબર, વિટામિન અને એંટી ઓક્સિડેંટથી ભરપુર હોય છે. તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાયબર પાચન ક્રિયાને કંટ્રોલ કરી તૃપ્તિ વધારે છે. તેથી તેને વધારે માત્રામાં ખાઈ શકાતી નથી. કેરી ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. તેથી કેરીને બેલેન્સ ડાયટમાં સામેલ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે