12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ
Astrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Sun And Jupiter Conjunction In Taurus: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહોની સાથે યુતિ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે મેમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગુરૂની યુતિ બની રહી છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને નવી નોકરી અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...
સિંહ રાશિ
તમારા લોકો માટે સૂર્ય અને ગુરૂની યુતિ લાભદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. આ સાથે કરિયરના મોર્ચા પર તમને સારી સફળતા મળશે. તમારામાંથી ઘણા લોકોને નોકરીની સારી તક મળશે. તો આ સમયે વેપારીઓને ધનલાભ થઈ શકે છે. આ સમયે નોકરી કરતા જાતકોનું પ્રમોશન થઈ શકે છે. સાથે ઈચ્છિત જગ્યાએ બદલી થઈ શકે છે. આ સમયમાં તમને પિતાનો સહયોગ મળશે.
મેષ રાશિ
સૂર્ય અને ગુરૂ બૃહસ્પતિનો સંયોગ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે વેપારના ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળવાથી નવી રણનીતિઓ સફળ થશે અને આ રણનીતિથી લાભ થશે. આ સમયે તમને અચાકન ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમે બચત કરવામાં સફળ રહેશો અને દેશ-વિદેશમાં તમને યાત્રા કરવાની તક મળી શકે છે.
કર્ક રાશિ
તમારા લોકો માટે સૂર્ય અને ગુરૂની યુતિ ભાગ્યશાળી રહેવાની છે. કારણ કે આ યુતિ ત મારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે તમે બચત કરવામાં સફળ રહેશો અને તમને યાત્રા કરવાની તક મળશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમે નવું વાહન કે જમીન પણ ખરીદી કરી શકો છો અથવા નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આ દરમિયાન તમને જૂના રોકાણથી લાભ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે