Garlic Tea: આ રીતે બનાવો લસણની ચા, સ્વાસ્થ્યને મળે છે જબરદસ્ત ફાયદા

થાક દૂર કરવાથી લઈને માથાનો દુખાવો થવા પર ઘણા લોકો ચા પીવાનું પસંદ કરે છે. તેવામાં લસણની ચાનું સેવન એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રીત સાબિત થઈ શકે છે. 
 

Garlic Tea: આ રીતે બનાવો લસણની ચા, સ્વાસ્થ્યને મળે છે જબરદસ્ત ફાયદા

નવી દિલ્હીઃ લસણ શરીર માટે ખુબ ફાયદાકારક છે. ઘણા લોકો નિયમિત લસણનું સેવન કરતા હોય છે. લસણ રસોઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદા પહોંચાડે છે. લસણના ઔષધીય ગુણો સદીઓથી લોકપ્રિય છે. વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર લસણ શરીરની સમસ્યાઓ દૂર કરવા અને તેની સારવાર કરવામાં મદદ કરે છે. તેવામાં લસણની ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લોકો ચાના શોખીન હોય છે. થાક દૂર કરવાથી લઈને માથાનો દુખાવો થવા પર લોકો ચા પીવાનું પસંદ કરે છે. તેવામાં લસણની ચાનું સેવન હેલ્ધી અને સ્વાદિષ્ટ બની શકે છે. આ ચા બનાવવી સરળ છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.

લસણની ચાના ફાયદા
- લસણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદગાર સાબિત થાય છે.

- તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે, જે હાર્ટ એટેકના ખતરાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

- તે લોહીની ગાંઠ થવાથી રોકે છે, જે હાર્ટ રેટ અટકવા અને સ્ટ્રોકના ખતરાને ઘણી હદ સુધી ઘટાડો કરી શકે છે. 

- તેનાથી વધતું વજન કંટ્રોલ કરી શકાય છે. 

- તેનાથી પાચનતંત્ર સારૂ રહે છે. 

કઈ રીતે બનાવશો લસણની ચા?
સામગ્રી
2-3 લસણની પીસેલી કળી લો
1 કપ પાણી
1/2 નાની ચમચી આદુનો રસ
1/4 ચમચી મધ
લીંબોનો રસ (સ્વાદાનુસાર)

વિધિ
એક વાસણમાં પાણી ઉકાળો.
ઉકળતા પાણીમાં લસણ નાખો અને પાંચ મિનિટ સુધી ઉકાળો.
ગેસને બંધ કરો અને તેમાં આદુનો રસ અને મધ મિક્સ કરો.
ચાને ગાળી લો અને લીંબુનો રસ નાખો.
ગરમાગરમ તેનું સેવન કરો.

નોટઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. તેને માત્ર સૂચનના રૂપમાં લો. આ પ્રકારની જાણકારી પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news