Tiredness: રાત્રે 7-8 કલાક સુતા પછી પણ આખો દિવસ થાક લાગતો હોય તો કારણ હશે આ વિટામિનની ઊણપ

Tiredness All Day: પુરતી ઊંઘ ન થઈ હોય અને પછી આખો દિવસ કામ કરવાનું થાય તો થાક લાગે તે નોર્મલ છે. પરંતુ આખી રાત ઊંઘ કરી હોય તેમ છતાં સવારથી સુસ્તી જણાય તો વ્યક્તિએ સાવધાન થઈ જવું જોઈએ.

Tiredness: રાત્રે 7-8 કલાક સુતા પછી પણ આખો દિવસ થાક લાગતો હોય તો કારણ હશે આ વિટામિનની ઊણપ

Tiredness All Day: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં થાક લાગવો સામાન્ય સમસ્યા છે. કારણ કે દરેક વ્યક્તિ તેની કેપેસિટી કરતાં વધારે કામ કરે છે. આ સિવાય સ્ટ્રેસના કારણે ઊંઘ પણ પુરી ન થતી હોય તો પણ બીજા દિવસે શરીરમાં સતત થાક અનુભવાય છે. પરંતુ આ કારણ સિવાય જો શરીર સતત થાકેલું લાગે તો તેની પાછળ આ 5 તત્વોની ખામી જવાબદાર હોય શકે છે. 

આજે તમને 5 એવા પોષકતત્વો વિશે જણાવીએ જેની ઊણપ હોય તો શરીર હંમેશા થાકેલું લાગે છે. રાત્રે પુરતી ઊંઘ થઈ હોય, દિવસ દરમિયાન પણ દોડધામ ન હોય તેમ છતાં લાગતો થાક આ કારણે હોય શકે છે. 

આયરનની ખામી

આયરન શરીરમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. સાથે જ તે રક્તમાં ઓક્સિજન લઈ જવાનું કામ પણ કરે છે. જો શરીરમાં આયરનની ઉણપ હોય તો શરીરમાં સતત થાક અને નબળાઈ જણાય છે. 

વિટામીન b12 

વિટામીન b12 શરીરની નસો અને બ્લડ સેલ્સને બુસ્ટ રાખે છે.. વિટામીન b12 ની ખામી હોય તો થાક નબળાઈ અને કોઈ કામ પર ફોકસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. 

વિટામીન ડી 

શરીરમાં વિટામિન ડી કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે અને ઊર્જાનું સ્તર જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આ પોષક તત્વોની ખામી હોય તો સ્નાયુમાં નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. 

મેગ્નેશિયમ 

મેગ્નેશિયમ સ્નાયુ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય તો સ્નાયુમાં ખેંચાણ, થાક અને સ્ટ્રેસ વધારે અનુભવાય છે. 

ફોલેટ

ફોલેટ જેને વિટામીન b9 પણ કહેવાય છે તે શરીરમાં નવી કોષિકાઓના નિર્માણમાં મદદ કરે છે. શરીરમાં ફોલેટની ઉણપ હોય તો પણ થાક, ડિપ્રેશન અને ફોકસ કરવામાં પૂર્ણ રહે છે. 

ઉપર જણાવેલા પોષક તત્વો ઉપરાંત શરીરમાં એનર્જી જળવાઈ રહે તે માટે જરૂરી છે કે તમે બેલેન્સ ડાયટ લેવાનું શરૂ કરો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે. જો ઓછું પાણી પીવામાં આવે તો પણ શરીરમાં થાકનો અનુભવ થાય છે. આટલું કર્યા પછી પણ જો શરીરમાં થાક અનુભવાતો હોય તો ડોક્ટરની સલાહ લેવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news