CPR આપતા પહેલા જાણી લો તેની સાચી રીત, એક ભૂલથી થઈ શકે છે મૃત્યુ

cardiac arrest: CPR એ જીવન બચાવવાની પદ્ધતિ છે, જે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી પીડિત દર્દીનું જીવન બચાવી શકે છે. પરંતુ CPR આપવા માટે યોગ્ય માહિતી હોવી પણ જરૂરી છે. CPR આપવા માટે આ પ્રક્રિયાને અનુસરવી જોઈએ.

CPR આપતા પહેલા જાણી લો તેની સાચી રીત, એક ભૂલથી થઈ શકે છે મૃત્યુ

Symptoms Of Heart attack: સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદીગઢમાં તૈનાત IAS અધિકારી અને આરોગ્ય સચિવ યશપાલ ગર્ગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વાયરલ વીડિયોમાં બંને અધિકારી હાર્ટ એટેકથી પીડિત વ્યક્તિને CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન આપે છે. જેના લીધે તે વ્યક્તિનો જીવ બચી ગયો હતો, જોકે આરોગ્ય નિષ્ણાંતોએ અધિકારીએ જે રીતે સીપીઆર આપ્યો હતો તેના પર સવાલ ઉઠાવ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે કોઈપણ પ્રકારની મેડિકલ ટ્રેનિંગ વિના આ રીતે CPR આપવું જોખમી સાબિત થઈ શકે છે.

CPR આપતા પહેલા તેના વિશે સાચી માહિતી હોવી જરૂરી છે. ડૉ. પ્રજ્ઞાએ કહ્યું કે CPR આપવાની આ પદ્ધતિ યોગ્ય નથી. તેનાથી વ્યક્તિને નુકસાન થઈ શકે છે. આવી તબીબી પ્રક્રિયાઓ વિશેષ તાલીમ વિના ન કરવી જોઈએ. અન્ય એક નિષ્ણાંત શિરીષે કહ્યું કે આ CPR માણસ બચી ગયો તે એક ચમત્કાર છે. પરંતુ આ IAS અધિકારી પર હુમલાનો કેસ નોંધવો જોઈએ! પ્રાથમિક સારવારનો પ્રથમ નિયમ છે 'દર્દીને કોઈ નુકસાન ન કરો'. આ CPR નથી.

જાણો CPR આપવાની સાચી રીત
CPR એ જીવન બચાવવાની પદ્ધતિ છે, જે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી પીડિત દર્દીનું જીવન બચાવી શકે છે. પરંતુ CPR આપવા માટે યોગ્ય માહિતી હોવી પણ જરૂરી છે. CPR આપવા માટે આ પ્રક્રિયાને અનુસરવી જોઈએ.

1) સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે છે અને વ્યક્તિ બેભાન થઈ રહી છે તો તરત જ CPR આપવાનું શરૂ કરો. 

2) હવે CPR આપવાનું શરૂ કરો, આ માટે પહેલા તમારા હાથને લોક કરો. બંને હાથને એકબીજા પર રાખો અને આંગળીઓને એકબીજા સાથે જોડી દો.

3) હવે તમારો હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખો અને છાતીને કંપ્રેશ કરવાનું શરૂ કરો

4) કંપ્રેશ ઝડપથી કરવું જોઈએ. વ્યક્તિએ એક મિનિટમાં લગભગ 100 વખત છાતીને દબાવવી પડે છે. 

5) દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેશ કરવાનું ચાલુ રાખો. આ દરમિયાન મોંથી મોં વચ્ચે શ્વાસ આપવાનો પ્રયાસ કરો.

6) CPR હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જેદર્દીનો જીવ બચાવી શકે છે.

7) CPR આપતી વખતે એમ્બ્યુલન્સ બોલાવો અને દર્દીને હોસ્પિટલમાં મોકલો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news