FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...

shampoo price hike: 10 વર્ષમાં પ્રથમ વખત હિન્દુસ્તાન યુનિલિવર પીએલસીએ રોયલ્ટીમાં 80 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. વઆ પહેલા છેલ્લો વધારો વર્ષ 2013માં કરવામાં આવ્યો હતો.

FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...

FMCG Products News: સામાન્ય જનતાને ઝડપથી વધી રહેલી મોંઘવારી વચ્ચે વધુ એક મોટો ફટકો પડી શકે છે. હવે રોજબરોજની વસ્તુઓ જેમ કે સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ મોંઘી થવા જઈ રહી છે. આ સાથે રિન, લક્સ, લાઈફબોય, ફેર એન્ડ લવલીની કિંમત પણ વધી શકે છે. દેશની અગ્રણી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) ટૂંક સમયમાં તેના ઉત્પાદનની કિંમતોમાં વધારો કરી શકે છે.

રોયલ્ટી ફીમાં વધારો
10 વર્ષમાં પ્રથમ વખત હિન્દુસ્તાન યુનિલિવર પીએલસીએ રોયલ્ટીમાં 80 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. વઆ પહેલા છેલ્લો વધારો વર્ષ 2013માં કરવામાં આવ્યો હતો.

રોયલ્ટી ફી 3.45 ટકા
નવા કરાર મુજબ રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસ ફી વધારીને 3.45 ટકા કરી શકાય છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસ ફી 2.65 ટકા હતી. રોયલ્ટી ફીમાં 80 બેસિસ પોઇન્ટનો વધારો 3 તબક્કામાં લાગુ કરી શકાય છે.

મોંઘવારીનો માર, જનતાના હાલ બેહાલ
મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના ખિસ્સા પર અસર થઈ રહી છે. હાલમાં એવું માનવામાં આવે છે કે કંપની રોજબરોજના સામાનની કિંમતોમાં વધારો કરી શકે છે.

કંઈ કંઈ પ્રોડક્ટ બનાવે છે કંપની 
દેશની જાણીતી કંપની પર્સનલ કેર સિવાય હાલમાં ફૂડ, હોમ કેર, વોટર પ્યુરીફાયર જેવી ઘણી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી રહી છે. આ સિવાય મીઠું, લોટ, કોફી, ચા, કેચઅપ, જ્યુસ, આઈસ્ક્રીમ, વ્હીલ, રિન્સ, સર્ફ, ડૅબ, શેવિંગ ક્રીમ સહિતની તમામ પ્રોડક્ટ સામેલ છે.

કંપનીની આવક
ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂ. 51,193 કરોડ હતી, જે એક વર્ષ પહેલા કરતાં 11.3 ટકા વધુ હતી, જેમાંથી કંપનીએ તેની મૂળ કંપનીને 2.65 ટકા રોયલ્ટી ચૂકવી હતી. હવે આ વધારા બાદ કંપનીએ વધુ પૈસા ખર્ચવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news