Knowledge: જો તમારી ટૂથપેસ્ટના પાછળના ભાગે આ ચાર રંગ છે, તો જાણો તેનો અર્થ
શું તમે ક્યારેય ટૂથપેસ્ટને આમતેમ કરીને જોઇ ખરા. ખાસકરીને તે ભાગ જેના પર એક્સપાયરી ડેટ અને પ્રાઇઝ લખેલી હોય છે. જો તમે તેને ધ્યાનથી જોઇશો તો ત્યાં રંગની પટ્ટી જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હી: આપણે દરરોજ જે કામ કરીએ છીએ તેમાં દાંત સાફ કરવાનું પણ કામ સામેલ છે. દરરોજ સવારે ઉઠીને અડધી આંખે આપણે ટૂથપેસ્ટ દબાઇએ છી, બ્રશ પર લગાવીએ છીએ અને દાંત ઘસી લઇએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ટૂથપેસ્ટને આમતેમ કરીને જોઇ ખરા. ખાસકરીને તે ભાગ જેના પર એક્સપાયરી ડેટ અને પ્રાઇઝ લખેલી હોય છે. જો તમે તેને ધ્યાનથી જોઇશો તો ત્યાં રંગની પટ્ટી જોવા મળશે. આ રંગની પટ્ટીઓનો સંબંધ સીધો તમારા સ્વાસ્થ્ય સાથે હોય છે. એવામાં જાણવું જરૂરી છે કે આ રંગની પટ્ટીઓ શું કહે છે...
ચાર રંગની પટ્ટીઓનો થાય છે ઉપયોગ
જોકે કોઇપણ ટૂથપેસ્ટ પર ચાર રંગની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ, લીલો, વાદળી અને કાળા. આ રંગ જણાવે છે કે ટૂથપેસ્ટ નેચરલ છે કે કેમિકલયુક્ત
લાલરંગ- લાલ રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ કેટલાક નેચરલ પદાર્થ પણ. આ નેચરલ અને કેમિકલયુક્ત ટૂથપેસ્ટનું પ્રતિક છે.
કાળો રંગ- કાળા રંગની ટૂથપેસ્ટમાં ફક્ત કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
વાદળી રંગ- આ રંગની પટ્ટીનો ઉપયોગ મેડિસિનયુક્ત ટૂથપેસ્ટૅ માટે કરવામાં આવે છે. જોકે તેમાં નેચરલ પદાર્થનું પણ મિશ્રણ હોય છે.
લીલો રંગ- આ રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટ સંપૂર્ણપણે નેચરલ હોય છે.
ટૂથપેસ્ટમાં ઉપયોગ કરવામાં આવે છે આ કેમિકલ્સ
તમને જણાવી દઇએ કે ટૂથપેસ્ટમાં અલગ-અલગ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસકરીને બેકિંગ સોડા, કેલ્શિયમ, ડાઇ કેલ્શિયમ ફોસ્ફેટ, ટ્રાઇક્લોસન, સોર્બિટોલ અને ટેશિયલ નાઇટ્રેટનો. તેનો ઉપયોગ હાડકાં અને હાર્ડ માટે ખૂબ ખતરનાક હોય છે. આ ઉપરાંત અલ્સર, મોંઢામાં સોજો, અપચો અને આંતરડામાં સોજા જેવી પણ સમસ્યા થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે