ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
Appetite Problam Solution: જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
Trending Photos
Appetite boosting Foods: શું તમને ભૂખ નથી લાગતી?, આ એવી સમસ્યા છે જે લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણા લોકોને ભૂખ લાગતી હોતી નથી અને લાગે તો વધારે ખાઈ શકતા નથી. જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
ભૂખ લાગે તે માટે ઘરેલું નુસખા કારગત
આર્યુવેદિક તબીબોના મતે જો તમને ભૂખ ન લાગે તો તમારે અનાર, આંબળા, ઈલાઈચી,અજમો અને લીંબુને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ વસ્તુઓથી શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. આ બધાની સાથે યોગ કરવા પણ જરૂરી છે જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરી શકાય છે.
આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો ડાન્સ
ભૂખ ન લાગે તો શરીરને આ રીતે નુકસાન
ભૂખ ન લાગવાની સમસ્યાને એનોરેક્સિયા કહેવામાં આવે છે. આ સમસ્યાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે કમજોર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ ન લાગવાની સમસ્યા રહે તો વજનમાં ઘટાડો થઈ શકે છે અને હાડકાઓ કમજોર બને છે.
આ વસ્તુઓના સેવનથી વધશે ભૂખ
1. ત્રિફળા ચૂર્ણથી વધારો ભૂખ
ત્રિફળા ચૂર્ણને લોકો સૌથી વધારે કબજિયાતની સમસ્યા માટે ઉપયોગમાં લેતા હોય છે. જો તમને પણ ભૂખ ન લાગતી હોય તો તમે ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. તમે ગરમ દૂધમાં એક ચમચી ત્રિફળા ચૂ્ર્ણ નાખો અને તેનું સેવન કરો. ત્રિફળા ચૂર્ણના નિયમિત સેવનથી ભૂખ વધે છે.
2. ગ્રીન ટી આપશે ફાયદો
ગ્રીન ટી ભૂખ વધારવા માટેનો સારો ઘરેલુ ઉપાય છે. ગ્રીન ટીના નિયમિત સેવનથી ન માત્ર ભૂખ લાગે પરંતુ ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળે છે.
આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
આ પણ વાંચો: સૂર્યાસ્તના સમયે ન કરો આ કામઃ મા લક્ષ્મી થઈ જાય છે નારાજ, ક્યારેય નહી બનો અમીર
3.અજમાંથી વધારો ભૂખ
અપચો કે ભૂખ ન લાગવાની સમસ્યા પર તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. અજમો ખાવાથી પેટ સાફ થાય છે. ઘણા લોકો અજમાને મીઠા સાથે મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.
4. સફરજન જ્યુસનું સેવન
જો તમને સમયસર ભૂખ ન લાગતી હોય અથવા કઈ ખાવાનું મન ન થતું હોય તો તમારે સફરજનના જ્યુસનું સેવન કરવું જોઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યુસમાં સામાન્ય મીઠું કે સેંધા મીઠું ઉમેરો જેથી પેટ સાફ થઈ જાય છે અને ભૂખ લાગશે.
5. લીંબુ પાણીથી વધારો ભૂખ
ગરમીની સિઝનમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. નિયમિત રીતે પાણીનું સેવન કરતું રહેવું જોઈએ. પાણીમાં લીંબુનો રસ ઉમેરી પીવાથી શરીરમાં ભૂખ વધશે અને શરીરમાં પાણીની ઘટ નહીં થવા દે..
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે