Health Tips: પુરુષો માટે રામબાણ છે રસોડાની આ વસ્તુ, પાર્ટનર થઈ જશે ખુશ...
હિંગ(Asafoetida) ના એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-વાયરલ અને એન્ટીબાયોટિક ગુણ અસ્થામ, બ્રોન્કાઈટિસ, સુકી ખાંસી અને શરદીમાં અસરકારક હોય છે. આ માટે ગરમ પાણી સાથે હિંગનું સેવન કરો.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતીય ભોજનની ઓળખ છે તેના મસાલા. ન માત્ર સ્વાદમાં પરંતુ ઔષધીય મહત્વ માટે પણ આ મસાલાઓ જાણીતા છે. સ્વાદને બમણો કરવાની સાથે આ મસાલાઓ ઔષધિય ગુણો પણ ધરાવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અગણિત ફાયદાઓ થાય છે. આવામાંથી એક મસાલો છે હિંગ(Asafoetida). જી હાં, નાની એવી હિંગ કે જે દાળમાં વઘાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તે એક સુપરફૂડ છે. ન માત્ર સ્વાદ માટે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ચાલો આજે જાણીએ હિંગ(Asafoetida) ના ફાયદા...
સુપરફૂ઼ડ હિંગ:
હિંગ અને ઔષધિય ગુણો ધરાવતું સુપર ફૂડ છે. હિંગમાં ફાઈટોકેમિકલ ફેરુલિક એસિડ હોય છે. સાથે જ હિંગ(Asafoetida) એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ અને એન્ટી સ્પસ્મોડિક સાથે હેપેટોપ્રોટેક્ટિવ ગુણો ધરાવે છે.
એક ગ્લાસ કરશે કમાલ:
હિંગ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ઘણો ફાયદો કરાવે છે.કોલેસ્ટ્રોલથી બચવા માટે તમારે સવાર માત્ર એક ગ્લાસ પીણું પીવાનું છે. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ હિંગ(Asafoetida) નું પાણી વધતા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકે છે.
અસ્થમા અને કેન્સરથી બચાવે:
અસ્થમા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે હિંગનું સેવન ફાયદાકારક હોય છે. એક રિસર્ચ અનુસાર હિંગ(Asafoetida) માં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે. જે કેન્સર કારક સેલ્સ અને ફ્રી રેડિકલ્સથી આપણા શરીરને બચાવે છે.
પુરુષો માટે સંજીવની:
હિંગ પુરુષોની તાકાત વધારવાનું કામ કરે છે. હિંગ(Asafoetida) ને આયુર્વેદમાં ઔષધિ ગણાવવામાં આવી છે જે કામેચ્છાને વધારવાનું કામ કરે છે.
અપચા માટે મદદગાર:
પેટ સંબંધી કોઈ પણ પરેશાની માટે હિંગ ખૂબ જ ફાયદો કરાવે છે. જો બાળકોનું પેટ ફૂલી રહ્યું હોય તો હિંગને પાણીમાં ઘોળીને લગાવવાથી ફાયદો મળે છે. આ સિવાય જો તમને અપચો કે એસિડિટી જેવી સમસ્યા છે તો ભોજનમાં હિંગ અવશ્ય લો.
પીરિયડ્સના પેઈનને કરે ઓછું:
મહિલાઓને દર મહિને આવતા પીરિયડ્સના પેઈનને ઓછું કરવા માટે હિંગ(Asafoetida)નો ઉપયોગ કરી શકાય છે. ચપટીભર હિંગને પાણી સાથે લેવાથી દર્દમાંથી છૂટકારો મળે છે.
શ્વાસ સંબંધી પરેશાનીઓ માટે:
શ્વાસ સંબંધી બીમારીઓ માટે હિંગ ફાયદો કરાવે છે. હિંગ(Asafoetida) ના એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-વાયરલ અને એન્ટીબાયોટિક ગુણ અસ્થામ, બ્રોન્કાઈટિસ, સુકી ખાંસી અને શરદીમાં અસરકારક હોય છે. આ માટે ગરમ પાણી સાથે હિંગનું સેવન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે