Karonda Benefits: આ સસ્તુ વરસાદી ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, ઓછા ખર્ચે આપે છે ચમત્કારિક લાભ
Karonda Benefits: કરમદા જેને કરોંદા પણ કહેવાય છે તે એવું ફળ છે જે ભારતમાં ભરપુર માત્રામાં ઉપલબ્ધ છે. આ ફળ સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. ખૂબ જ સસ્તા આ ફળ સ્વાસ્થ્યને ઘણા લાભ કરે છે.
Trending Photos
Karonda Benefits: કરમદા એક નાનકડું ફળ છે જે દેખાવમાં તો સાધારણ લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. ઔષધીય ગુણથી ભરપૂર આફડ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી સિઝનમાં મોટા પ્રમાણમાં મળે છે. કરમદાનો ઉપયોગ અથાણું, મુરબ્બો અને અન્ય વ્યંજન બનાવવામાં કરવામાં આવે છે.
ભારતભરમાં અલગ અલગ નામેથી ઓળખાતા કરમદા અનેક મહત્વપૂર્ણ પોષક તત્વથી ભરપૂર હોય છે. સ્વાદમાં ખાટ્ટા મીઠા આ ફળ વિટામીન સી, વિટામિન એ, વિટામિન કે અને વિવિધ ખનીજ જેમકે પોટેશિયમ, કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે. ખાસ કરીને કરમદામાં રહેલું વિટામિન સી વિશેષ રીતે ઇમ્યુન સિસ્ટમને સશક્ત બનાવવામાં મદદ કરે છે. જેનાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.
કરમદાથી થતા સ્વાસ્થ્ય લાભ
- ખૂબ જ સસ્તા ભાવે મળતા કરમદા ફાઇબરથી ભરપૂર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કરમદાનું સેવન કરવાથી કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. કરમદા ફાઇબર યુક્ત આહાર છે જેનાથી પાચન ક્રિયા સુધરે છે અને પેટની સમસ્યાઓ મટે છે.
- કરમદામાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે વજન ઘટાડવાની કોશિશ કરતા લોકો માટે આ ફળ આદર્શ વિકલ્પ છે. તેનાથી ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. તેથી તમને ઓવર ઈટિંગ કરવાની ક્રેવિંગ થતી નથી. પરિણામે વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
- કરમદામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કરમદા હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.
- કરમદા એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. જે શરીરને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. કરમદા ત્વચાને થતું નુકસાન અટકાવે છે અને વૃદ્ધાવસ્થાના લક્ષણોને ધીમા કરે છે.
- કરમદાનું સેવન કરવાથી ત્વચા જરૂરી વિટામીન સી મળે છે અને ત્વચા પર ચમક આવે છે. કરમદાનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કરમદા ત્વચાની પ્રાકૃતિક સુંદરતા વધારવામાં મદદ કરે છે.
- કરમદા ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં પણ અલગ અલગ બીમારીઓમાં કરમદાનો ઉપયોગ કરવામાં આવે છે. કરમદાના ઉપયોગથી તાવ અને સોજા જેવી સમસ્યાથી રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે