Night Shift Side Effects: Diabetes અને Obesity નો ખતરો વધારી શકે છે 3 Night Shift, વધી જાય છે સ્વાસ્થ્ય જોખમ

Night Shift: જર્નલ ઓફ પ્રોટીમ રિસર્ચમાં પ્રકાશિત આ રિસર્ચ આ વાતનો ખુલાસો કરે છે કે રાતની શિફ્ટ આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેથી ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય બિમારીઓનો ખતરો વધી જાય છે. 

Night Shift Side Effects: Diabetes અને Obesity નો ખતરો વધારી શકે છે 3 Night Shift, વધી જાય છે સ્વાસ્થ્ય જોખમ

Night Shift Side Effects: આજની ભાગદોડ ભરેલી દુનિયામાં ઘણી ઇંડસ્ટ્રી 24 કલાક કામ ચાલુ રાખવા માટે રાતની શિફ્ટ પર નિર્ભર કરે છે. પરંતુ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટ યૂનિવર્સિટીના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલા તાજેતરના રિસર્ચે રાતની ફક્ત સતત ત્રણ શિફ્ટ સાથે જોડાયેલા સ્વાસ્થ્ય જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

જર્નલ ઓફ પ્રોટીમ રિસર્ચમાં પ્રકાશિત આ રિસર્ચ આ વાતનો ખુલાસો કરે છે કે રાતની શિફ્ટ આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય મેટાબોલિક સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો વધી શકે છે. 

બાયોલોજિકલ ઘડિયાળની સિસ્ટમનું રિસર્ચ
આ સ્ટડી આપણા મગજમાં સ્થિત બાયોલોજિકલ ઘડિયાળની સિસ્ટમનું રિસર્ચ કરે છે, જે દિવસ-રાતના ચક્ર સાથે તાલમેલ બેસાડીને આપણા શરીરની લયને કંટ્રોલ કરે છે. જ્યારે રાતની શિફ્ટના કારણે આ બેલેન્સ બગડે છે. તો આ એચ ચેન રિએક્શન શરૂ દે છે, જે શરીરના વિભિન્ન કામોને પ્રભાવિત કરે છે, ખાસકરીને બ્લડ શુગર કંટ્રોલ અને એનર્જી મેટાબોલિઝમ સાથે જોડાયેલા કામોને. 

પ્રોટીન લય બગાડે છે 
રિસર્ચના મુખ્ય સંશોધકોમાંના એક પ્રોફેસર હંસ વાન ડોંગેન આ અસંતુલનના ગંભીર પરિણામો પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે માત્ર ત્રણ સળંગ નાઇટ શિફ્ટ શરીરની પ્રોટીન લયને ખલેલ પહોંચાડવા માટે પૂરતી છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. લોહીના નમૂનાઓનો ઉપયોગ કરીને, સંશોધન ટીમે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ગ્લુકોઝ નિયમન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પ્રોટીનની ઓળખ કરી. જ્યારે કેટલાક પ્રોટીન રાત્રિની પાળીથી પ્રભાવિત થયા ન હતા, મોટા ભાગનાએ તેમની લયમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા. 

બ્લડ શુગર લેવલ થાય છે પ્રભાવિત
વિશેષ રૂપથી ચિંતાજનક વાત એ છે કે રાતમાં કામ કરનારાઓમાં ગ્લૂકોઝની લય લગભગ સંપૂર્ણપણે ઉંધી થઇ ગઇ છે. આ ગરબડ ના ફક્ત બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે પરંતુ ઇંસુલિન ઉત્પાદન અને સેંસ્ટિવિટી માટે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને પણ પ્રભાવિત કરે છે, જેથી ડાયાબિટીસ જેવા મેટાબોલિક સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો વધી જાય છે. 

આ રિસર્ચ તે પુરાવાને મજબૂત કરે છે જે રાતની શિફ્ટના સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવોને ઉજાગર કરે છે. ગત શોધે રાતની શિફ્ટને હાઇ બ્લડ પ્રેશર સાથે જોડે છે, જેથી હાર્ટની બિમારી અને સ્ટ્રોકનો ખતરો વધી શકે છે. ખાસકરીને તે લોકોમાં જે નિયમિત રૂપથી રાતના સમયે કામ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news