Health Tips: બસ આટલી વાતની રાખશો તકેદારી તો આખું ચોમાસું બીમારી નહીં ફરકે તમારી આસપાસ

Health Tips: આ ઋતુમાં પાણીજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શન ઝડપથી વધે છે. સાથે જ મચ્છર જન્ય રોગચાળો પણ વકરી શકે છે. ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો અપાવે છે પરંતુ સ્વાસ્થ્યને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર પરિણામ ભોગવો પડે છે. તેથી ચોમાસામાં બીમારીઓથી બચવું હોય તો કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Health Tips: બસ આટલી વાતની રાખશો તકેદારી તો આખું ચોમાસું બીમારી નહીં ફરકે તમારી આસપાસ

Health Tips: ચોમાસાની શરૂઆત સાથે ગરમી અને તડકાથી તો રાહત મળી ગઈ છે પરંતુ વરસાદી વાતાવરણમાં રોગનું પ્રમાણ પણ વધી જાય છે. આ ઋતુમાં પાણીજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શન ઝડપથી વધે છે. સાથે જ મચ્છર જન્ય રોગચાળો પણ વકરી શકે છે. ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો અપાવે છે પરંતુ સ્વાસ્થ્યને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર પરિણામ ભોગવો પડે છે. તેથી ચોમાસામાં બીમારીઓથી બચવું હોય તો કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ બાબતો ને ધ્યાનમાં રાખશો તો ચોમાસુ બીમાર પડ્યા વિના પસાર કરી શકશો.

ચોમાસામાં રાખો આ વાતનું ધ્યાન

આ પણ વાંચો:

- વરસાદમાં વારંવાર પલળવાથી બચવું હોય તો રેઇનકોટ અથવા તો છત્રી હંમેશા પોતાની સાથે રાખો. 

- વરસાદી પાણીના કારણે સ્કીન એલર્જી થઈ શકે છે તેથી શક્ય હોય તો બ્લાઉઝ પણ પહેરવા જેથી પાણીના સંપર્કમાં આવતા બચી શકાય. 

- ચોમાસામાં પણ ઓફિસ તો જવું જ પડે છે તેવામાં ઓફિસની બેગમાં ટુવાલ કે હેર ડ્રાઇવર જેવી વસ્તુઓ પણ રાખવી જેથી વરસાદમાં પલળી જવાય તો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરીને શરીર સુકવી શકો.

- જો વરસાદમાં પલળી જવાયું હોય તો શરીરની ઠંડક ને દૂર કરવા માટે ગરમ પાણીથી નાહાઈ લેવું. તેનાથી વરસાદના કારણે શરીરમાં ગયેલી ઠંડક દૂર થઈ જાય છે.

- વરસાદી વાતાવરણમાં જીવજંતુઓનું પ્રમાણ વધી જાય છે તેવામાં પોતાના ઘર અને સોસાયટીની સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ જગ્યાએ પાણી જમા ન થાય તે વાતની તકેદારી રાખવી.

- વરસાદમાં બહાર નીકળવાનું થયું હોય અને પગ પલળી ગયા હોય તો ઘરે આવીને પાણીથી બરાબર પક્ષ સાફ કરી કોરા કરી લેવા કારણ કે આ ઋતુમાં પગની ત્વચામાં ઇન્ફેક્શન ઝડપથી વધે છે. 

- ચોમાસા દરમિયાન હર્બલ ટી, ઉકાળા વગેરેનું સેવન કરવાનું રાખવું જોઈએ જેનાથી ઇમ્યુનીટી પણ મજબૂત થાય અને શરદી ઉધરસ જેવી સમસ્યાઓ વરસાદમાં પલળવાના કારણે થતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news