ઓછું પાણી પીવાથી મહિલાઓમાં વધી રહી છે આ સમસ્યા, સાવચેત રહેવું છે જરૂર

water is spoiling the health of the stomach: વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આજકાલ પાઈલ્સ, ફિશર, ફિસ્ટુલાની સમસ્યા પણ વધી રહી છે. આ સમસ્યાના લક્ષણ લગભગ સમાન છે પરંતુ તેના ઈલાજ અલગ અલગ છે. યોગ્ય સમયે સમસ્યાની ખબર પડી જાય તો દર્દી 2-4 દિવસમાં સાજો થઈ શકે છે.

ઓછું પાણી પીવાથી મહિલાઓમાં વધી રહી છે આ સમસ્યા, સાવચેત રહેવું છે જરૂર

Drinking Less Water: ઓછું પાણી પીવાના કારણે અને વારંવાર ફાસ્ટફૂડ ખાવાના કારણે મહિલાઓમાં પ્રોકેટોલોજી એટલે કે ગુદામાર્ગને લગતી સમસ્યામાં વધારો થયો છે. આ સાથે ફાસ્ટફૂડના વધુ પડતા સેવનના કારણે કોલાઈટિસની એટલે કે આંતરડામાં સોજો આવવાની સમસ્યા પણ થઈ રહી છે. પહેલાના સમયમાં અમીબાઈડ કોલાઈટિસ જોવા મળતું હતું પરંતુ હવે અલ્સરેટિવ કોલાઈટિસ અને ક્રાન્સ ડિસિઝ જોવા મળી રહ્યા છે. જેની પાછળ ફાસ્ટ ફૂડનું સેવન અને તણાવ મોટું કારણ છે.

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આજકાલ પાઈલ્સ, ફિશર, ફિસ્ટુલાની સમસ્યા પણ વધી રહી છે. આ સમસ્યાના લક્ષણ લગભગ સમાન છે પરંતુ તેના ઈલાજ અલગ અલગ છે. યોગ્ય સમયે સમસ્યાની ખબર પડી જાય તો દર્દી 2-4 દિવસમાં સાજો થઈ શકે છે. પરંતુ એક સમસ્યાનો અન્ય ઈલાજ થાય તો તે આખી જિંદગી પરેશાનીનું કારણ બની શકે છે. પાઈલ્સમાં ગુદામાં ઘા સાથે લોહી નિકળે છે. ફિસ્ટુલામાં નાના છીદ્રમાંથી પસ નિકળે છે તો પ્રોબેલ્સમાં ગુદા બહાર આવે છે અને મળ કરતા સમયે તકલીફ પડી શકે છે. જેથી યોગ્ય સમયે સારવાર જરૂરી છે.

આ સમસ્યાઓની સારવાર પણ હવે આસાન અને સસ્તી બની છે. બસ તેનું યોગ્ય સમયે નિદાન થવું જોઈએ. ફાસ્ટ ફૂડમાં મેંદા અને આજીનો મોટોનો ઉપયોગ થાય છે. સાથે પ્રિઝર્વેટિવ પણ હોય છે. જેનાથી પાઈલ્સ, ફિશરની સમસ્યા વધે છે. આવા કેસમાં સામાન્ય રીતે સર્જરી કરવા પર દર્દીએ એકાદ મહિના સુધી ઘરે રહેવું પડતું હતું જ્યારે નવી ટેક્નિકથી દર્દી બે દિવસમાં ફરી કામે લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news