શું તમે જામનગર અને રાજકોટમાં રહો છો? આ સમાચાર વાંચી લેજો, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન

જામનગરના કાલાવડ અને રાજકોટના શાપર વેરાવળ વિસ્તારનાં તરખાટ મચાવનાર ચડ્ડી બનિયાન ગેંગને કાલાવડ પોલીસે પકડી પાડી છે. થોડા દિવસો પહેલા કાલાવડના જીનીંગના કારખાનાઓમાં ચોરીની ઘટના સામે આવી હતી.

શું તમે જામનગર અને રાજકોટમાં રહો છો? આ સમાચાર વાંચી લેજો, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન

મુસ્તાક દલ/જામનગર: જામનગર અને રાજકોટ જિલ્લામાં ઘણા સમયથી તસ્કરી કરતી મધ્યપ્રદેશની ચડ્ડી બનીયાન ગેંગને કાલાવડ ટાઉન પોલીસે દબોચી લીધી છે. પોલીસે CCTV ના આધારે ચડ્ડી બનિયાન ગેંગના 9 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

જામનગરના કાલાવડ અને રાજકોટના શાપર વેરાવળ વિસ્તારનાં તરખાટ મચાવનાર ચડ્ડી બનિયાન ગેંગને કાલાવડ પોલીસે પકડી પાડી છે. થોડા દિવસો પહેલા કાલાવડના જીનીંગના કારખાનાઓમાં ચોરીની ઘટના સામે આવી હતી આ અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.આ ચોર ટોળકીની પેલીસ તપાસ કરી રહી હતી.

દરમિયાન બાતમીના આધારે પોલીસે ચડ્ડી બનિયાન ગેંગના ૯ શખ્સોને પકડી પાડ્યા છે.આ શખ્સો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલમાં કેટલાક શખ્સો કાલાવડ તાલુકામાં ખેતમજૂરી કરતા હતા તો કેટલાક મોરબી સિરામીકના કારખાનામાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જેને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ શખ્સો : 

  • 1. મુનિલ ઉફે મુનો બામણિયા રહે. જસાપર, 
  • 2. અનિલ બામણિયા રહે.જસાપર, 
  • 3. ધમેશ ઉફે ધમો વાસકેલા રહે મોરબી, 
  • 4 રેમલા ઉફે રામલાલ અલાવા રહે. કોઠા પીપળીયા, 
  • 5 પપ્પુ મોહનીયા રહે.મોરબી, 
  • 6 અમરસિંહ ઉફે નાંન્કો  વાસકેલા રહે.મોરબી, 
  • 7 મંગેશ ઉફે રમેશ વાસકેલા રહે.મોરબી, 
  • 8 વેલસિંહ ઉફે રાજુ વાસકેલા રહે. ઘાટીલા, 
  • 9 ભૂરાભાઈ અલાવા રહે .મોરબી

જ્યાં લોકો સારવાર લેવા જાય છે તે સ્થળ પરથી જ પ્રેમી યુગલની લાશ મળતા ખળભળાટ

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ચોર ટોળકીના સભ્યો એક જ પ્રદેશના છે અને દૂરના સગાં થાય છે. આ ટોળકીના સભ્યોએ સાથે મળીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતે.આ  ચડ્ડી બનિયાન ગેંગના શખ્સો રાત્રીના સમયે ઔધોગિક વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા અને સાથે પથ્થરો રાખતા હતા.રાત્રીને સમયે ચોરી કરવા માટે નીકળતા હતા.જો કોઇ વ્યક્તિ આવી જાય તો તેના પર પથ્થર વડે હુમલો પણ કરતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ટોળકીએ પહેલા કાલાવડમાં કારખાનાઓને નિશાન બનાવ્યા હતા.જો કે પોલીસનું પેટ્રોલિંગ વધી જતા આ ટોળકી રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં પણ ૧૦ જેટલા કારખાનાઓમાંથી ચોરી કરી હતી જો કે ફરી ચોરી કરવા આવતા પોલીસે આ ટોળકીને પકડી પાડી છે.હાલ પોલીસ આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news