ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો સવારે અડધી ચમચી ચાવી લો આ મસાલો, હાઈ સુગર લેવલ થશે નિયંત્રિત

બાબા રામદેવ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ મેથીના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. આવો જાણીએ મેથીના દાણા ડાયાબિટીસમાં કઈ રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કઈ રીતે કરવાનું છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો સવારે અડધી ચમચી ચાવી લો આ મસાલો, હાઈ સુગર લેવલ થશે નિયંત્રિત

Health Tips: ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી ચે. આ બીમારી દેશ-દુનિયામાં મહામારીની જેમ ફેલાઈ રહી છે. પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરી બીમારી પર કંટ્રોલ કરી શકાય છે. જો તમે પણ આ બીમારીથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો ડાયટમાં સુધાર કરો અને નિયમિત કસરત કરો. આ સિવાય તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દવાની સાથે ઘરેલું નુસ્ખા પણ અજમાવી શકો છો. ડાયાબિટીસના દર્દીઓએ મેથીના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. આવો જાણીએ મેથી દાણા ડાયાબિટીસમાં કઈ રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કઈ રીતે કરવાનું છે?

ડાયાબિટીસમાં મેથી છે લાભકારી
ડાયાબિટીસથી પીડિત લોકો માટે મેથીનું સેવન ફાયદાકારક છે. મેથીમાં ફાઇબર્સ હોય છે જે શરીર દ્વારા કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડના પાચન અને શોષણને ધીમું કરે છે. ઇન્ટરનેશનલ જર્નલ ફોર વિટામિન એન્ડ ન્યુટ્રિશન રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 10 ગ્રામ મેથીના દાણાને ગરમ પાણીમાં પલાળીને પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. મેથીના દાણાના પાણીમાં ડાયાબિટીસથી પીડિત લોકોમાં બ્લડ સુગર ઘટાડવાની ક્ષમતા હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી ઇન્સ્યુલિનમાં સુધારો થાય છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. મેથીના દાણા લો અને તેને એક બાઉલ પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને ખાલી પેટે ખાઓ.

કઈ રીતે કરશો મેથીનું સેવન?
રાત્રે અડધો ચમચી મેથીના દાણા એક કપ પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણી ખાલી પેટ પીવો અને મેથીના દાણા ચાવી લો. જો તમે મેથાના દાણાનું સેવન ન કરી શકો તો મેથીના પાઉડરનો ઉપયોગ કરી શકો છો.

આ સમસ્યાઓમાં પણ છે ઉપયોગી
મેથીનું સેવન મોટાપામાં પણ ફાયદાકારક છે. જો તમારૂ વજન ઝડપથી વધી રહ્યું છે તો ડાયટમાં મેથીને સામેલ કરો. મેથીનું પાણી પીવાથી વજન ઘટે છે. તેનાથી પેટ ભરેલું રહે છે અને કેલેરીનું સેવન ઓછું થાય છે. મેથીનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે, જેનાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારૂ થાય છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news