Tea: આ રીતે બનાવશો ચા તો પીધા પછી નહીં થાય ગેસ અને એસિડિટીની સમસ્યા

Tea: ઘણા લોકોને ઉનાળાના સમયમાં ચા પીવાથી ગેસ, અપચો તેમજ એસિડિટી થઈ જાતી હોય છે. ચા પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય તો આજે તમને ચા બનાવવાની બેસ્ટ રીત જણાવી દઈએ.

Tea: આ રીતે બનાવશો ચા તો પીધા પછી નહીં થાય ગેસ અને એસિડિટીની સમસ્યા

Tea: ભારતીયોની નસેનસમાં ચા વસેલી છે. શિયાળો હોય કે ઉનાળો દિવસની શરૂઆત ગરમા ગરમ ચાની ચૂસકીથી જ થાય છે. આ સિવાય એક દિવસમાં જો આળસ અને થાક અનુભવાય તો પણ લોકો ચા પીવાનો આગ્રહ રાખે છે. ચાના શોખીનો તો ભર ઉનાળે પણ દિવસમાં ત્રણ ચાર વખત ચા પી લેતા હોય છે. પરંતુ ઘણા લોકોને ઉનાળાના સમયમાં ચા પીવાથી ગેસ, અપચો તેમજ એસિડિટી થઈ જાતી હોય છે. ચા પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય તો આજે તમને ચા બનાવવાની બેસ્ટ રીત જણાવી દઈએ. 

જો ચાના કારણે એસીડીટી, ગેસ અને અપચા જેવી તકલીફ રહેતી હોય તો ચા બનાવવાની રીત બદલી દો. જો તમે આ રીતે ચા બનાવીને પીશો તો ચાની મજા પણ બમણી થઈ જશે અને તેને પીધા પછી એસિડિટી પણ નહીં થાય. 

ચામા ઉમેરો આ મસાલા 

શિયાળામાં ગરમાગરમ મસાલેદાર ચા પીવાની મજા આવે છે પરંતુ ઉનાળામાં લવિંગ, એલચી, તજ, આદુ જેવા મસાલા શરીરને નુકસાન કરી શકે છે. ઉનાળા દરમિયાન ચામાં ગરમ તાસીર ધરાવતા મસાલા ઉમેરવાને બદલે ગુલાબના પાન, વરિયાળી, ખસખસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ મસાલા ચા માં સુગંધ વધારવાની સાથે તેને ઠંડક પણ આપે છે. 

લો ફેટ દૂધ 

જે લોકો દૂધવાળી ચા પીતા હોય છે તેમણે ઉનાળામાં લો ફેટ દૂધનો ઉપયોગ ચામાં કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો સોયા મિલ્ક કે બદામનું દૂધ પણ વાપરી શકો છો. 

ઓછી ખાંડ ઉમેરો 

વધારે પડતી ખાંડનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ બગડે છે. ઉનાળામાં ચા પીવી હોય તો તેમાં ખાંડનું પ્રમાણ ઘટાડી દો. જો તમે દૂધ વિનાની ચા પીતા હોય તો ખાંડને બદલે ગોળ કે મધ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. 

આઈસ ટી 

ઉનાળામાં ગરમ મસાલેદાર ચા શરીરનું તાપમાન વધારી શકે છે. તેના વિકલ્પમાં તમે આઈસ ટી બનાવીને પી શકો છો. આઈસ ટી બનાવવા માટે તમે જે ચા પત્તી વાપરતા હોય તેને પાણીમાં ઉમેરી બરાબર ઉકાળો. તે ઉકળી જાય પછી તેમાં થોડો ફુદીનો ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં લીંબુ ઉમેરી તેને ઠંડી કરો. આ ચા તમારો મૂડ ફ્રેશ કરી દેશે અને નુકસાન પણ નહીં કરે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news