Mangoes: આખા દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થઈ શકે છે આ તકલીફ
Mangoes In Summer: ઘણા લોકો તો દિવસ દરમિયાન 5, 6 કેરી આરામથી ખાઈ લેતા હોય છે. જો કે કેરી વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે નુકસાન પણ કરે છે. તેથી કેરી દિવસ દરમિયાન કેટલી ખાવી અને કેટલી નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
Mangoes In Summer: ઉનાળો શરુ થાય એટલે ઘરેઘરમાં કેરીની રાહ જોવાતી હોય છે. કેરીને ફળનો રાજા કહેવાય છે. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય જેને કેરી ન ભાવતી હોય. નાના-મોટા સૌ કોઈને આ સીઝનમાં કેરી જ ખાવી હોય છે. કેરી વિટામિન સી સહિત જરૂરી પોષકતત્વોથી ભરપુર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ શરીરને ફાયદો પણ કરે છે.
ઘણા લોકો તો દિવસ દરમિયાન 5, 6 કેરી આરામથી ખાઈ લેતા હોય છે. જો કે કેરી વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે નુકસાન પણ કરે છે. તેથી કેરી દિવસ દરમિયાન કેટલી ખાવી અને કેટલી નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો વધારે પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો શરીરમાં સોજા, પેટમાં દુખાવો, અલ્સર અને અપચાની સમસ્યા થઈ જાય છે.
કેરીથી થતા ફાયદા
કેટલાક સંશોધનમાં સામે આવ્યું છે કે કેરીમાં ફાઈટોન્યુટ્રિએંટ્સ ભરપુર માત્રામાં હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી હોય છે. તેનાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે. તેમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે જે પાચનને સુધારે છે.
કેરીથી થતા નુકસાન
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર કેરી જો કેમિકલથી પકાવેલી હોય અને તેને બરાબર રીતે સાફ કર્યા વિના ખાવામાં આવે તો તેના હાનિકારક તત્વો પેટમાં સમસ્યા કરી શકે છે. તેના કારણે શરીરમાં વિષાક્ત પદાર્થ વધે છે. આ સિવાય જો વધારે પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર વધી જવું, ડાયેરિયા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
દિવસમાં કેટલી કેરી ખાવી ?
જો વધારે પ્રમાણમાં એક સાથે કેરી ખાવામાં આવે તો તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. વધારે કેરી ખાવાથી પેટમાં ગેસ, દુખાવો, શરીરમાં સોજા, ઝાડા જેવી તકલીફ થઈ શકે છે. તેથી કેરીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. દિવસમાં વધુમાં વધુ 3 કેરી ખાવી જોઈએ. તેનાથી વધુ કેરી એક દિવસમાં ખાવી નહીં.
કેરી ખાતા પહેલા કરો આ કામ
કેરી પકાવવા માટે ઘણા વેપારીઓ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરે છે. આ કેમિકલને પાણીમાં મિક્સ કરવામાં આવે ત્યારે તેમાંથી એસિટિલીન નામનો ગેસ નીકળે છે અને તે ઝડપથી ફળને પકાવે છે. આ રીતે પકાવેલા ફળ શરીર માટે ઝેરી સાબિત થાય છે. તેનાથી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. તેથી બજારમાંથી કેરી લાવો તો તેને ઓછામાં ઓછા 3 કલાક પાણીમાં પલાળી રાખવી અને પછી સારી રીતે સાફ કરીને ખાવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે