Health Tips: સ્નાયુ અને સાંધાના દુખાવા પીછો નથી છોડતા? તો ટ્રાય કરો નિષ્ણાંતોએ જણાવેલા આ ઉપાય, તુરંત મળશે રાહત

Health Tips For Winter: શિયાળામાં શરીરમાં અનેક પ્રકારના દુખાવા વધવા લાગે છે. ખાસ કરીને સ્નાયુ અને સાંધાના દુખાવા શિયાળાની સામાન્ય સમસ્યા બની જાય છે. જ્યારે નર્વસ સિસ્ટમ બરાબર કામ નથી કરતી અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે ત્યારે આ પ્રકારના દુખાવા વધી જતા હોય છે. 

Health Tips: સ્નાયુ અને સાંધાના દુખાવા પીછો નથી છોડતા? તો ટ્રાય કરો નિષ્ણાંતોએ જણાવેલા આ ઉપાય, તુરંત મળશે રાહત

Health Tips For Winter: શિયાળામાં શરીરમાં અનેક પ્રકારના દુખાવા વધવા લાગે છે. ખાસ કરીને સ્નાયુ અને સાંધાના દુખાવા શિયાળાની સામાન્ય સમસ્યા બની જાય છે. જ્યારે નર્વસ સિસ્ટમ બરાબર કામ નથી કરતી અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે ત્યારે આ પ્રકારના દુખાવા વધી જતા હોય છે. મોટાભાગના લોકો આવા દુખાવાને એ વાત કહીને સ્વીકારી લે છે કે ઠંડીમાં તો સાંધા દુ:ખે જ... જો કે એવું જરૂરી નથી કે ઠંડીમાં આવા દુખાવા થાય. તમે આ દુખાવાથી મુક્તિ મેળવી પણ શકો છો.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઠંડીના વાતાવરણમાં સ્નાયુ જકડાઈ જાય છે જેના કારણે સાંધા પર ભાર વધે છે. આ ઉપરાંત સાંધામાં જે ચિકાસ ઉત્પન્ન કરતું દ્રવ્ય હોય છે તે પણ ઠંડીના કારણે જાડું થવા લાગે છે જેના કારણે હાડકાની ગતિવિધિ બરાબર રીતે થતી નથી. સાથે જ સાંધાની આસપાસ ટીશ્યુ વધવા લાગે છે જેના કારણે અંદરથી સાંધામાં સોજા આવી જાય છે. આ તકલીફોના કારણે ઠંડીમાં સાંધાના દુખાવા વધી જતા હોય છે. 

જો કે આ વાતથી ચિંતા કરવાની જરૂર નથી. ઠંડીના વાતાવરણમાં તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને આવા દુખાવાથી મુક્તિ મેળવી શકો છો. શિયાળામાં સાંધાના દુખાવાને દુર કરવા હોય તો નિયમિત રીતે હળવો વ્યાયામ કરવાનું રાખો. આ સિવાય ગરમ પાણીથી શેક કરવાથી પણ શરીરના દુખાવા મટે છે. 

સાંધાના દુખાવા દૂર કરશે આ ઉપાય

- શરીર પર હંમેશા ગરમ કપડા રાખવા જેથી શરીરને ઠંડી હવા લાગે નહીં અને શરીરમાં ગરમાવો રહે.

- બ્લડ સર્ક્યુલેશન વધે તે માટે અને સાંધાની લચક જળવાઈ રહે તે માટે રોજ વ્યાયામ કરો. એક જગ્યાએ બેસી રહેવાને બદલે થોડી થોડી વારે ચાલવાનું રાખો.

- સાંધાને આરામ મળે તે માટે હીટિંગ બેગનો ઉપયોગ કરો. આ ઉપરાંત શિયાળામાં ઠંડા પાણીથી નહાવાનું પણ ટાળો હંમેશા હુંફાળા પાણીથી નહાવાનું રાખો.

- ઠંડીમાં નિયમિત રીતે સ્ટ્રેચિંગ કરો. સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુમાં લચક વધે છે અને સાંધા પર દબાણ ઓછું થાય છે

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news