હોળી બાદ શરદી-ઉધરસ થાય તો જાતે દવા ન લેતા, આ વાયરસનો લાગ્યો હશે ચેપ

Holi 2023: હાલમાં તાવ, શરદી અને ઉધરસના કેસો વધી રહ્યાં છે. તે ફ્લુ ઇન્ફ્લુએન્ઝાના  એચ3એન2 વાયરસના કારણે છે. અગાઉ એચ1 એન1 એટલે કે સ્વાઈન ફ્લુ વાયરસના કારણે અનેક લોકો ઝપેટમાં આવ્યા હતા. આ વાયરસ  સમાન છતાં નવો વાયરસ થોડો અલગ પડે છે. 

હોળી બાદ શરદી-ઉધરસ થાય તો જાતે દવા ન લેતા, આ વાયરસનો લાગ્યો હશે ચેપ

After Holi: હાલમાં હોળી અને ધૂળેટીનો માહોલ છે. આ તહેવાર છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને એકબીજાને રંગીને તહેવારની ઉજવણી કરતા હોય છે. આ રંગ લગાવવાનો તહેવાર છે એટલે હજારો લોકો એકબીજાની નજીક આવશે. અમદાવાદ સહિતા મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ વાઇરલ ફિવર ચાલી રહ્યો છે તેના લક્ષણો હોય તો હળવાથી નહીં લેવા તબીબો દ્વારા અપીલ કરાઇ છે. અન્યથા લાંબા સમય સુધી ઉધરસની બીમારી ઘર કરી દશે. તાવ-શરદી કે ઉઘરસ આવે તો શક્ય તેટલું ઝડપથી કોઇ એન્ટીબાયોટેકનો ઉપયોગ કર્યા વિના હાલ ચાલી રહેલા નવા એચ ૩એનર વાયરસની જ સીધી દવા લેવી એ જરૂરી છે. 

હાલમાં તાવ, શરદી અને ઉધરસના કેસો વધી રહ્યાં છે. તે ફ્લુ ઇન્ફ્લુએન્ઝાના  એચ3એન2 વાયરસના કારણે છે. અગાઉ એચ1 એન1 એટલે કે સ્વાઈન ફ્લુ વાયરસના કારણે અનેક લોકો ઝપેટમાં આવ્યા હતા. આ વાયરસ  સમાન છતાં નવો વાયરસ થોડો અલગ પડે છે. 

તબીબ પાસે હાલમાં ઉઘરસ અને તાવ આવે માંસપેશીઓ જકડાવી, ગળામાં દુઃખાવો, શરીરનો દુઃખાવો પણ થતો હોય એવા દર્દીઓ વધી રહ્યાં છે. જો તુરંત એન્ટી વાઇરલ ડ્રગ કોર્સ ચાલુ કરવામાં ન આવે તો બે દિવસ પછી તે ગળાથી આગળ વધીને ફેફસાં સુધી પહોંચી શકે છે, ફેફ્સા ઉપર તે મોટી અસર કરતો નથી પરંતુ સિનિય સિટિઝનને તેનાથી વધુ સમસ્યા સર્જાઈ શકે છે અને ન્યુમોનિયા પણ થઇ શકે છે. આ કેસમાં દર્દીઓએ જાતે દવા નહીં લેવા કે તરત એન્ટીબાયોટિનો ઉપયોગ નહીં કરવા અને તબીબનો સંપર્ક કરવો જોઈએ.  

કેવા પ્રકારની તકેદારી રાખવી-
- ગરમ પાણીના કોગળા અને આરામ કરવો
- કોરોના પછી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ભૂલી ગયા છે પરંતુ આવા વાયરસ સામે હજુ માસ્ક અસરકારક છે. માસ્ક જેમને શરદી-ખાંસી થયા હોય તેમણે પહેરેવું જોઇએ કારણકે છીંક આવવાથી કે
ઉઘરસના કારણે સામેના વ્યક્તિને ચેપ લાગી શકે છે.
-  શક્ય હોય તો ઑફિસ કે કામકાજના સ્થળે નહીં જવું અને ઘરે આરામ કરવો
- લિક્વીડ ડાયટ જરૂરી, પાણી વધારે પીવું
-  આ વાયરસ માટે દવાનો યોગ્ય કોર્સ કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news