Health Tips: મીઠું જ નહીં...પરંતું આ 5 વસ્તુઓ પણ તમારા માટે બની શકે છે મોતનું કારણ, જાણો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નિષ્ણાતોએ શું કહ્યું

હાઈ બ્લડપ્રેશર એક એવી બિમારી છે જે જીવનશૈલી પર અસર કરે છે. ખાવા-પીવાની રીત અને કસરતથી દૂર ન કરી શકાય પરંતું તેને કાબૂમાં રાખી શકાય છે. જો તમે ખોરાકમાં ગળ્યું, વધારે ફેટવાળું ચીઝ અને ચટપટી વાનગીઓ વધારે ખાઓ તો તમારું બ્લડ પ્રેશર ઊંચુ રહે તેની શક્યતા વધી જાય છે. આ બધી વાનગીઓને તમારા રૂટીન ડાયટમાંથી દૂર કરશો તો તમારું બ્લડ પ્રેશર કાબૂમાં રાખી શકો છે. તમારા રૂટીનમાં ફળ, શાકભાજી, કઠોળ અને પ્રોટીનયુક્ત ખોરાકમાં ફેટ ઓછું હોય તેનું સેવન કરવું જોઈએ.

Health Tips: મીઠું જ નહીં...પરંતું આ 5 વસ્તુઓ પણ તમારા માટે બની શકે છે મોતનું કારણ, જાણો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નિષ્ણાતોએ શું કહ્યું

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાઈ બ્લડપ્રેશર એક એવી બિમારી છે જે જીવનશૈલી પર અસર કરે છે. ખાવા-પીવાની રીત અને કસરતથી દૂર ન કરી શકાય પરંતું તેને કાબૂમાં રાખી શકાય છે. જો તમે ખોરાકમાં ગળ્યું, વધારે ફેટવાળું ચીઝ અને ચટપટી વાનગીઓ વધારે ખાઓ તો તમારું બ્લડ પ્રેશર ઊંચુ રહે તેની શક્યતા વધી જાય છે. આ બધી વાનગીઓને તમારા રૂટીન ડાયટમાંથી દૂર કરશો તો તમારું બ્લડ પ્રેશર કાબૂમાં રાખી શકો છે. તમારા રૂટીનમાં ફળ, શાકભાજી, કઠોળ અને પ્રોટીનયુક્ત ખોરાકમાં ફેટ ઓછું હોય તેનું સેવન કરવું જોઈએ.

લોહીના ઊંચા દબાણથી હ્રદયરોગનો ખતરો
ભારતમાં વસ્તીના 34 ટકા શહેરી વિસ્તારમાં રહેતા લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા હોય છે જેને હાઈપરટેન્શન અથવા લોહીનું ઊંચુ દબાણ થવું પણ કહે છે. જો તમે બ્લડ પ્રેશરને સમય રહેતા કાબૂમાં નહીં રાખો તો તમને હ્રદય સંબંધી બિમારીઓ જેવી કે હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાની શક્યતા ઘણી વધી જાય છે.

હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોએ આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે

મીઠું અને વધારે સોડિયમ વાળા ખાદ્યપ્રદાર્થો હાનિકારક
હાઈ બ્લડપ્રેશર વધવા માટે અને હ્રદયરોગના ખતરા માટે સોડિયમ જવાબદાર હોય છે. સફેદ મીઠું જેનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ તેમાં 40 ટકા સોડિયમ હોય છે. જો ભોજનમાં મીઠું અને સોડિયમની માત્રા વધારે હોય તો દર્દીઓએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. વેફર્સ, પીઝા, સેન્ડવીચ, બ્રેડ અને રોલ્સ, પ્રોસેસ અને ફ્રોજન ફૂડથી દૂરી રાખવી પડશે.

રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...જાણો કેમ ખાસ-ઓ-આમ દરેકની પહેલી પસંદ છે પાન

ચીઝને પણ કહો ના
ચીઝ ભલે દૂધમાંથી બનતું હોય અને તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય પરંતું સાથે સાથે સોડિયમની માત્રા પણ ઘણી હોય છે. ચીઝની બે સ્લાઈસમાં 512 મિલિગ્રામ સુધી સોડિયમ હોય છે. જેથી ચીઝ ખાવાથી બ્લડપ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે.

હાઈ બીપીના દર્દી અથાણાથી રહે દૂર
કોઈ પણ ખાદ્ય પ્રદાર્થને લાંબા સમય સુધી સંગ્રહ કરવાનું હોય તો તેના માટે વધુ માત્રામાં મીઠાનો ઉપયોગ કરાય છે. અથાણું બનાવવા ઉપયોગમા લેવાયેલી શાકભાજીમાં વધુ સમય સુધી મસાલો રહે છે જેના કારણે સોડિયમની માત્રા વધી જાય છે.

ખાંડ પણ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી
મીઠું જ નહીં પરંતું ખાંડ પણ તમારા શરીરમાં બ્લડપ્રેશર વધારી શકે છે.રિસર્ચ અનુસાર વધુ પ્રમાણમાં ખાંડના કારણે વજન તો વધે છે પરંતું તેની સાથે હાઈ બ્લડપ્રેશરનું જોખમ ઘણુ વધી જાય છે. અમેરિકન હેલ્થ એસોસિયેશનના સૂચન મુજબ મહિલાઓએ દરરોજનું 25 ગ્રામ તો પુરૂષોએ 36 ગ્રામથી વધારે માત્રામાં ખાંડનું સેવન ન કરવું જોઈએ.

દારૂના વ્યસનીઓને જીવનું જોખમ
દારૂનું સેવન કરવું આમ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને જો વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરાય તો બ્લડપ્રેશર વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દી જે દારૂનું સેવન કરતા હોય તેમના પર બ્લડપ્રેશરની દવા પણ કઈ અસર કરતી નથી.

જાણીતા ડૉ. રવિકૃષ્ણ પરમારના મતે કેટલીક બાબતોનું બ્લડ પ્રેશરના દર્દીએ ધ્યાન રાખવું જોઈએ.
1) હાઈ બ્લ્ડપ્રેશરના દર્દીએ પાપડ ન ખાવા જોઈએ કેમ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે.
2) શાકભાજી, ચોખા અને છાશમાં વધારે સોડિયમ નાખવું ન જોઈએ.
3) બ્લડપ્રેશરના દર્દીઓએ મીઠું ઓછું લેવાનું હોય છે તેનો મતલબ એ નથી કે બિલકુલ મીઠાનો ઉપયોગ ન કરવો. જો તમે મીઠું બિલકુલ છોડી દો તો તમને હાયપોનાટ્રેમિયાની તકલીફ પડી શકે છે.
4) બ્લડપ્રેશરના દર્દીઓએ પોતાના ભોજનમાં મોળી રોટલી ખાવી જોઈએ, દાળ અને શાકભાજીમાં 40 ટકા મીઠું ઓછું કરવું જોઈએ. ન માત્ર આલ્કોહોલ પરંતું સિગારેટ અને તમાકુ પણ ગંભીર અસર કરે છે.
5) પીડિયાટ્રિક અને યુરોલોજીસ્ટ ડૉ. ધૃતિ અમલાણીના મત અનુસાર  હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોકની સાથે બ્લડપ્રેશરના કારણે કિડની લગતી બિમારીઓ થવાની શક્યતા તથા નેત્રપટલને પણ નુકસાન થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news