Uttarakhand: તમારે રાજીનામું કેમ આપવું પડ્યું? જવાબમાં ત્રિવેન્દ્રસિંહ રાવત બોલ્યા- આ માટે દિલ્હી જવું પડશે

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની અટકળો પર વિરામ લાગી ગયો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. 

Uttarakhand: તમારે રાજીનામું કેમ આપવું પડ્યું? જવાબમાં ત્રિવેન્દ્રસિંહ રાવત બોલ્યા- આ માટે દિલ્હી જવું પડશે

દેહરાદૂનઃ ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat) એ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. રાજ્યપાલ બેની રાની મોર્યાને રાજીનામુ સોંપ્યા બાદ રાવતે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાણકારી આપી છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતનો કાર્યકાળ ચાર વર્ષનો રહ્યો. પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને કાલે સવારે દસ કલાકે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે.

જવાબ માટે દિલ્હી જવું પડશે
રાજીનામાની જાણકારી આપતા ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યુ કે, પાર્ટી તરફથી સામૂહિક રૂપથી નિર્ણય લેવામાં આવ્યો કે, પ્રદેશની કમાન સંભાળવા કોઈ અન્યને તક આપવી જોઈએ. ત્રિવેન્દ્ર સિંહ રાવતે પોતાના કાર્યકાળને યાદ કરતા કહ્યુ કે, તેમનો કાર્યકાળ 4 વર્ષમાં 9 દિવસ ઓછો રહ્યો. પ્રદેશના કિસાનો અને મહિલાઓ માટે જે યોજનાઓ મેં ચલાવી જો પાર્ટીએ ચાર વર્ષ તક ન આપી હોત તો અમે આ યોજના ન લાવી શક્યા હોત. પ્રદેશની જનતાનો આભાર માનુ છું. 

પોતાની યોજનાઓને ગણાવતા કહ્યું કે, જેને કાલે આ જવાબદારી મળશે તે તેનું નિર્વહન કરશે. પત્રકાર પરિષદમાં તે પૂછવા પર કે તમારે શું કામ રાજીનામુ આપ્યું તેના જવાબમાં તેમણે કહ્યુ કે, આ જવાબ માટે દિલ્હી જવુ પડશે. 

કાલે ધારાસભ્ય દળની બેઠકમાં થશે નવા નેતાની પસંદગી
પરંતુ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યુ કે, ભાજપમાં કોઈ નિર્ણય થાય તો તે સામૂહિક નિર્ણય હોય છે. કાલે પાર્ટી મુખ્યાલય પર દસ કલાકે ધારાસભ્ય દળની બેઠક થશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે. જાણવા મળી રહ્યું છે કે ગુરૂવારે પ્રદેશમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પણ નક્કી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news