દિવાળી ટાંણે વરસાદ પડતાં ચિંતા : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડ્યો ધોધમાર કમોસમી વરસાદ
Gujarat Weather Forecast : ગુજરાતમાં 2થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.....ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે...જો કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં,,,લખુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે
Trending Photos
Ambalal Patel Prediction : એક તરફ દિવાળીનો સૌથી મોટો તહેવાર અને બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં ગુરુવારથી વાતાવરણ પલટાયું છે. આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જોકે, ખરા તહેવારે ગુજરાતમાં લોકોની દિવાળી બગડી છે. ગુરુવારે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. આગામી 24 કલાકને લઇ હવામાન વિભાગની આગાહી ચેતવણીભરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે. ગુરૂવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ગીર સોમનાથ, ડાંગ, તેમજ જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. એકાએક વરસાદી માહોલ છવાતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા.
ગુરુવારે અમરેલી બ્રેકીંગધારી ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાયું હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં ધારીના ગોવિંદપુર,દલખાણીયા સહિતના ગ્રામ્યમાં વરસાદી ઝાપટું આવ્યુ હતું. તાલાળાના મોરૂકા જસાપુર અમૃતવેલ જેવા ગીર બોર્ડરના ગામોમાં હવામાનમાં પલટો આ્વયો હતો. જિલ્લામાં ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ નોંધાયો. શેરીઓમાં પાણી વહેતા થયા તેવો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં એકાએક વાતાવરણ બદલાયું હતું. ગુરુવારે બપોર બાદ અચાનક કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી હતી. પરંતું ખેડૂત આલમ ચિંતાગ્રસ્ત બન્યો છે. વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જે બાદ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ગિરિમથક સાપુતારા સહિત તળેટીના છુટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. માવઠાને પગલે માર્ગો પર પાણી રેલાયું હતું. ગિરિમથક સાપુતારામાં ઝરમર કમોસમી વરસાદને પગલે વિકેન્ડ માણવા આવેલા સહેલાણીઓએ બેવડી ઋતુનો આનંદ માણ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં વાતાવરણમા પલટો જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં વાતાવરણમા પલટો આવ્યો છે. ગુરુવારે બપોર બાદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને દિવાળીના તહેવારના દિવસોમાં મેઘરાજાની એન્ટ્રી ખઈ હતી.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ખેડૂતો પર માવઠાનો માર જોવા મળ્યો હતો. કલ્યાણપુર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડશે. દિવાળીના તહેવારમાં માવઠું થતા કલ્યાણપુર તાલુકાના ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. કેનેડી, ખાખરડા સહિતના આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેથી શિયાળુ પાક પર પાણી ફરી વળ્યુ.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાઁ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે