આંખો મીંચીને ફ્રૂટ ખા-ખા કરનારા ચેતજો! નહીં તો સુધરવાને બદલે બગડશે તબિયત
ઘણાં લોકોને જમ્યા પછી ફ્રૂટ ખાવાની આદત હોય છે. મોટા ભાગના ઘરોમાં જમ્યા પછી કેળા અને સફરજન ખાવાની પ્રથા જેવું બની ગયું હોય છે. પણ શું તમે જાણો છો કે કેટલાક ફ્રૂટ જમ્યા પછી ખાવાથી તમારા આરોગ્યને નુકસાન પહોંચી શકે છે? તમારે માહિતી મેળવવી હોય તો ખાસ વાંચજો.
Trending Photos
નવી દિલ્લીઃ ફળ પૌષ્ટિક તત્વો, મિનરલ્સ, ફાયરબર, વિટામીન અને એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. પણ શું દરેક ફળ, દરેક સમયે અને દરેક વ્યક્તિ માટે ખાવા ફાયદાકારક હોય છે? દુનિયાભરના ડાયાડિટિશિયન અને આયુર્વેદને માનનારા તો ફળોને ખાવા માટેનો સાચો સમય (right time to eat fruits) પહેલાં આપે છે. અને પછી જ ડાયેટની સલાહ આપે છે.
જમ્યા પછી કયા ફળ ખાવા જોઈએ (fruits to eat after meal):
1) સંતરાઃ
સંતરામાં બે એન્ટીઓક્સિડેન્ટ નારિંગિન(naringin) અને હેસ્પરિડિન(hesperidin) હોય છે. જે બીનઆરોગ્યપ્રદ જમવાથી ઉત્પન્ન થનારા ઓક્સીડેટિવ તણાવ અને સોજાને નિષ્ક્રિય બનાવે છે.
2) કિન્નુઃ
કિન્નુની સૌથી સારી વાત એ છે કે તે વિટામીનથી ભરપૂર હોય છે. જે વિટામીન તમારા પેટમાં આરામથી ભળી જાય છે. આ તમારી ડાયઝેશન સિસ્ટમ પર કોઈ દબાણ આપ્યા વિના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.
3) કીવી:
કીવી ખાધા પછી જો તમને ભૂખ લાગે તો તમે કીવી ખાઈ શકો છે. પણ એ ખાસ જરૂરી છે કે તમે કઈ જમ્યા પછી ખાઓ છો તો તમારા પાચનતંત્રને નુકસાન નહીં કરે અને જમવાને જલદી પચાવવામાં મદદ કરશે.
જમ્યા પછી કયુ ફળ ના ખાવું જોઈએ (fruits to avoid after meal):
1) કેરી:
કેરી હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળુ ફળ છે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે. જમ્યા પછી કેરીના ખાવાના કારણે તમારુ બ્લડ શુગર લેવલ વધી શકે છે. જે ડાયાબિટિસમાં કન્વર્ટ કરે છે. જે મેદસ્વી પણ બનાવી શકે છે.
2) કેળા:
કેળા ખાધા પછી જમવાનું શરીરમાં કેલેરી અને ગ્લુકોઝની માત્રા વધારવા જેવું છે. એટલે જ તમને જમ્યા પછી કેળા ખાવાની આદત હોય તો તે આદત સુધારવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે